નવસારી નું નામ લંડન ની બ્રિટિશ પાર્લામેંટ નાં હાઉસ ઓફ કોમન માં ગુંજ્યું

નવસારી નું નામ લંડન ની બ્રિટિશ પાર્લામેંટ નાં હાઉસ ઓફ કોમન માં ગુંજ્યું

નવસારી ના ડો. અંકિત દેસાઈ ને આ ઐતિહાસિક પરિસરમાં “એવોર્ડ ઓફ એકસેલંસ” થી સન્માનિત કરવામાં આવ્યાં.

ડો. અંકિત દેસાઈ 41 જેટલાં દેશો માં પોતાનાં પેશન્ટો કાળજી માટે તથા ડેન્ટલ વિજ્ઞાન માં દુનિયામાં થઈ રહેલી નવી ટેકનોલોજી અને નવા સંશોધનો થી પોતે સતત જાણકારી મેળવવા માટે પ્રવાસો કરી ચૂક્યાં છે.

એમની સિદ્ધિઓ ને બિરદાવવા “મોસ્ટ પ્રોમિસિંગ એશિયન યુકે ઈમ્પલાંટોલોજિસ્ટ અને ફિલાંથ્રોપીસ્ટ ઓફ ધી યર” માટે સર્ટિફિકેટ ઓફ એકસેલંસ એનાયત થયું. બ્રિટિશ પાર્લામેંટ નાં હાઉસ ઓફ કોમન્સ, લંડન, યુકે માં 11 મે 2023 નાં દિવસે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

બ્રિટિશ સરકારના અનેક મિનિસ્ટર, એમ પી અને લોર્ડ્સ ,લંડનના મેયર/ ડે.મેયર ની પ્રેરક ઉપસ્થિતિ માં આ એવોર્ડ સમારંભ એ જ ઐતિહાસિક હોલ માં યોજાયો હતો જ્યાં થોડાં દિવસો પહેલા હિઝ મેજેસ્ટી કિંગ ચાર્લ્સ III નો રાજ્યાભિષેક સમારંભ યોજાયો હતો.

ડો.અંકિત દેસાઈ એ 20000 થી વધુ જેટલા ડેન્ટલ ઈમ્પલાંટ સફળતા પૂર્વક કર્યા છે જે એમની કર્તવ્યનિષ્ઠા અને એક્સપર્ટ તરીકે વિશેષ સિદ્ધિ છે.આ પૂર્વે ડો.અંકિત દેસાઈ બેસ્ટ ડેન્ટલ ક્લિનિક ઓફ ગુજરાત નો એવોર્ડ નવી દિલ્હી ખાતે તથા બેસ્ટ ડેન્ટલ ઈમ્પલાંટોલોજિસ્ટ નો નેશનલ એવોર્ડ બેંગલોર ખાતે મેળવી ચૂક્યાં છે.ડો. અંકિત દેસાઈ હવે લંડન ખાતે ઈન્ટરનેશનલ એવોર્ડ મેળવી નવસારી અને ગુજરાત ને જ નહિં પરંતુ ભારત દેશ ને ગૌરવ અપાવી ચૂક્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના ચુસ્ત અનુયાયી તથા બીજેપી અને આરએસએસ ની વિચારધારા ને વરેલા ડો.અંકિત દેસાઈ ની ભારત સરકારની નેશનલ યુવા એડવાઈઝરી કમિટી માં વેસ્ટર્ન રીજિયન સ્ટેટસ નાં પ્રતિનિધિ તરીકે બે વર્ષ થી નિમણુક પામ્યા છે.બહુમુખી પ્રતિભા ધરાવતાં ડો.અંકિત દેસાઈ ઘણી સેવાભાવી સંસ્થાઓ માં કાર્યરત છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *