RBI રૂ. 2000ની નોટ પાછી ખેંચી લેશે, બેન્કોને તેને જારી કરવાનું બંધ કરવા કહ્યું

RBI રૂ. 2000ની નોટ પાછી ખેંચી લેશે, બેન્કોને તેને જારી કરવાનું બંધ કરવા કહ્યું

એક મોટો નિર્ણય લેતા, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નવેમ્બર 2016 માં નોટબંધીની જાહેરાત સાથે 2,000 રૂપિયાની નોટ જારી કરી. આ નોટ 8 વર્ષ પછી ચલણમાંથી બહાર થઈ જશે.

 

2000ની નોટઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવા જઈ રહી છે. જો કે, તે લીગલ ટેન્ડર રહેશે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. RBIએ કહ્યું કે 30 સપ્ટેમ્બર સુધી આ નોટો માન્ય ચલણ (સર્ક્યુલેશન) રહેશે. એટલે કે જેમની પાસે હાલમાં રૂ. 2000ની નોટો છે તેમણે તેને બેન્કમાંથી એક્સચેન્જ કરાવવી પડશે.

આરબીઆઈએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે 2018-19માં જ 2000 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. RBIએ કહ્યું કે તમે એક સમયે માત્ર 2 હજાર રૂપિયાની 20 હજાર રૂપિયા સુધીની નોટ બદલી શકો છો. આ માટે બેંકોએ ખાસ વિન્ડો ખોલવી પડશે. નવેમ્બર 2016માં નોટબંધી બાદ 2000 હજાર રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી હતી. નોટબંધી દરમિયાન 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

અફવાઓ ન થાય એ માટે જણાવાનું કે, 2000/- ની નોટ આઉટ ઓફ સર્ક્યુલેશનનો નિર્ણય લેવાયેલ છે તેની કાયદેસરતા રદ કરવામાં આવેલ નથી. 

2000/- ની નોટથી કઈ પણ ખરીદ – વેચાણ થઈ શકશે અને બેંકમાં પણ દાખલ / રજૂ કરી શકાશે માત્ર તેનું સરક્યુલેશન ઘટાડવાનું હોવાથી બેન્કો રોકડ ઉપાડ વખતે 2000/- નું પેમેન્ટ નહીં કરે. 

આમ, આ સૂચના બેંકને વધુ લાગુ પડે છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *