નવસારી શહેર લુન્સીકુઈ મેદાન ખાતે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત શહેરના 13 વોર્ડની ક્રિકેટ મેચ યોજાઈ:નવસારીના સાંસદ સી.આર.પાટીલે હાજર રહી વિજેતા ટીમને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા
- Sports
- May 20, 2023
- No Comment
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્વારા યુવાનોમાં ખેલ પ્રત્યે જાગૃતતા આવે તે માટે દેશના તમામ સાંસદોને ખેલ સ્પર્ધા યોજવા અપીલ કરી હતી. જેના ભાગરૂપે ગુજરાત પ્રદેશ પ્રમુખ અને નવસારીના લોકસભાના સાંસદ સી.આર પાટીલ ધ્વારા જલાલપુરની વંદે માતરમ સોશિયલ ગ્રુપના સહયોગથી એક ક્રિકેટ મેચ નું આયોજન કરવામાં આવ્યું હતું.

ખેલો ઇન્ડિયા અંતર્ગત દેશના યુવા વર્ગ વિવિધ રમતો રમે અને પોતાનું શારીરિક સ્વાસ્થ્ય જાળવણી કરે તેવા ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ સાંસદોને પોતાનો લોકસભામાં વિસ્તારમાં ખેલ સ્પર્ધા યોજવા અપીલ કરી હતી.
જેના થકી નવસારી સંસદીય મતવિસ્તાર આવતા લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે છેલ્લા અઢી મહિનાથી નવસારી વિજલપોર પાલિકાના 13 વોર્ડની ટીમ મળીને ક્રિકેટ મેચનું આયોજન કર્યું હતું. જેની ફાઇનલ મેચ આજરોજ યોજાઇ હતી.

જેની ફાઇનલ મેચમાં જિલ્લા ભાજપ હોદ્દેદારો તેમજ નવસારીના સાંસદ સી.આર.પાટીલ હાજર રહ્યા અને વિજેતા ટીમને ટ્રોફી રોકડ રકમ આપી પ્રોત્સાહિત કર્યા હતા.વોર્ડ નં 5ની આઝાદ અને વોર્ડ ન.12 ની રેતિવાલા ટીમ વચ્ચે છેલ્લા દિવસે રસાકસી ભરી રીતે મેચ યોજાઈ હતી.

જેમાં છેલ્લા બોલમાં 7 રનની જરૂર હતી જેમાં માત્ર એક રન આવતા રેતિવલા ટીમ વિજેતા થઈ હતી. આઝાદ ટીમ 6 રનથી હારી હતી.અને વોર્ડ નંબર 12 ની ટીમ વિજેતા બની હતી.આ ક્રિકેટ મેચના આયોજનમાં વંદે માતરમ્ સોશ્યલ ગ્રુપના વીરુ ગજ્જર,જગદીશ કાછડિયા,વિજય કીકાણી ,હિતેશ ઘેવરિયા, વિનીત ગાંધી વિગેરેએ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
