G20 અંતર્ગત આઝાદીના પ્રવેશદ્વાર એવા દાંડીના દરિયા કિનારાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા સફાઈ અભિયાન હાથ ધર્યું

G20 અંતર્ગત આઝાદીના પ્રવેશદ્વાર એવા દાંડીના દરિયા કિનારાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા સફાઈ અભિયાન હાથ ધર્યું

ભારત G20 અંતર્ગત મેગા બીચ ક્લિનીગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પ્રધાનમંત્રીનાં સંદેશ “ સ્વચ્છતા અને જન ભાગીદારી” સાથે ભારત સરકાર દ્વારા પસંદ થયેલ નવસારીના ઐતિહાસિક દાંડી બીચ ઉપર રાષ્ટ્રીય સ્તરની મેગા બીચ ક્લિનીંગ આજરોજ ઇવેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું. જલાલપોરના ધારાસભ્ય રમેશ સી પટેલ તથા ઈકોલોજી કમિશનના ઈશ્વર દેસાઈ ના હસ્તે દીપપ્રગટ્ય કરી ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. દાંડી દરિયા કિનારે સાફ સફાઈ કરી સેહલાણીઓને સ્વચ્છતા રાખવા આહવાન પણ કર્યું છે.તેમજ સહેલાણીઓ આ ઉમદા કાર્યમાં જોડાવા આહ્વાન પણ કરવામાં આવ્યું છું.

ગુજરાત ઇકોલોજી કમિશન, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ભારત G-20 અંતર્ગત મેગા બીચ ક્લિનીગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવસારી જિલ્લાના 52 કિમીના દરિયા કિનારાને સ્વચ્છ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આજે આઝાદીના પ્રવેશ ધ્વાર દાંડી દરિયા કિનારે વિવિધ સંસ્થાઓ સ્વયંસેવકો દ્વારા દરિયા કિનારાની સફાઈ આરંભી હતી. દાંડી દરીયા કિનારે ત્રણ કિમી વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સ્વચ્છતા અંગે જાગૃતિ સેલ્ફી પણ હતી.

વિશ્વભરમાં સૌથી લાંબું ચાલતું સ્વચ્છતા અભિયાન દરિયા કિનારા વધુમાં  લોકો ભાગ લઈ રહ્યા છે. આ ઝુંબેશ અંતર્ગત લોકોમાં સામૂહિક જાગૃતિ લાવી પ્લાસ્ટિક ઉપયોગ ટાળી દરિયાઈ જીવો સામે તોડાઈ રહેલા ખતરા તેમજ નષ્ટ થઈ રહી જીવો જતન અને સંવર્ધન કરી આવનારી પેઢીઓ આ જીવો બચાવી શકાય અને આપણા દરિયા કિનારાને પ્લાસ્ટિક મુક્ત બનાવી શકીએ.

દાંડી દરિયા કાંઠાને સ્વચ્છ કરવા જલાલપોરના ધારાસભ્ય અને વિધાનસભા પૂર્વ ઉપદંડક આર સી પટેલ અને અન્ય મહાનુભાવોની ખાસ ઉપસ્થિતમાં નવસારીની વિવિધ શાળાઓ, સમાજસેવી સંસ્થાઓ, વનવિભાગ, ગામજનો અને પર્યાવરણપ્રેમીઓએ દરિયા કિનારાનું સફાઈ અભિયાન છેડી કિનારાને ચોખ્ખો ચણાક કર્યો હતો.

જલાલપોરના ધારાસભ્ય આર સી પટેલે સેહલાણી પ્લાસ્ટિક સાથે અન્ય કચરો દરિયા કિનારે કે નદીમાં ન ફેંકવાની અપીલ કરી હતી. સ્વચ્છતાના જન આંદોલનમાં જોડાવવા લોકોને આહ્વાન કર્યું હતું. તેમજ ઐતિહાસિક દાંડી દરિયા કિનારે આવતા સહેલાણીઓ લોકો કચરો ન ફેલાવી ચોખ્ખો રાખવા સહિ ઝુંબેશ પણ ધરાઈ હતી.

નવસારીના ઐતિહાસિક દાંડી દરીયા કિનારે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જલાલપોર ધારા સભ્ય આર સી પટેલ અને ગુજરાત ઇકોલોજી કમિશનના ઈશ્વર દેસાઈનાં હસ્તે દીપપ્રગટ્ય કરી કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાનમાં બાળકોએ સ્વચ્છતા પર ચિત્રકામ કર્યું હતું. દાંડી દરિયા કિનારે સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યો હતો જ્યાં લોકોએ સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા સેલ્ફી લીધી હતી. સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છતા અર્થે લોકોમાં જાગૃતિ લાવવા સંકલ્પ કરવામાં આવ્યા.

આ પ્રસંગે સ્વચ્છતાનાં સંદેશ સાથે સાયકલ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તે વિશ્વમાં સૌથી લાંબું ચાલતું દરિયાકાંઠાની સફાઈ અભિયાનમાં વધુ સંખ્યામાં લોકો ભાગ લે છે. આ ઝુંબેશ દ્વારા, પ્લાસ્ટિકનો ઉપયોગ આપણા દરિયાઈ જીવનને કેવી રીતે નષ્ટ કરી રહ્યું છે તે અંગે જાગૃતિ લાવવાનો હેતુ લોકોમાં સામૂહિક વર્તણૂકમાં ફેરફાર કરવાનો છે. આ અભિયાનને લઈંને દરિયાઈ જીવન અને દરિયાકાંઠા વિસ્તારોમાં રહેતા લોકો માટે મોટી રાહત થશે. સાથે સાથે આઝાદીનું  પ્રવેશદ્વાર ગણાતા દાંડી દરિયા કિનારા આવનાર સહેલાણીઓ માટે ત્રણ કિલોમીટર સ્વચ્છ દરિયા કિનારો આપી પ્લાસ્ટિક મુક્ત કિનારો બનાવ્યો હતો.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *