
કેવડીયા ખાતે ચિંતન શિબિર માં જાહેર થયેલ DGGI રેન્કિંગ માં એ બાજીમારી : વહીવટી ક્ષેત્રે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર ધ્વારા થયેલ સર્વેમાં નવસારી જિલ્લા રાજ્યભરમાં પ્રથમ ક્રમે
- Local News
- May 22, 2023
- No Comment
સામાજિક કલ્યાણ અને વિકાસ, જાહેર માળખું અને સંસ્થાઓ, પર્યાવરણ, આરોગ્ય સેવાઓ, ન્યાય અને જાહેર સુરક્ષાના પાસાઓએ નવસારી જિલ્લાને સર્વોચ રેન્ક આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે યોજાયેલી રાજ્ય સરકારની દસમી ચિંતન શિબિરના સમાપન દિવસે આજે કેન્દ્ર સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટીવ રીફોર્મ અને પબ્લિક ગ્રીવન્સ દ્વારા નિર્ધારિત ગુજરાતના District Good Governance Index -DGGI (જિલ્લા સુશાસન સૂચકાંક) બહાર પાડ્યું હતું. જે અંતર્ગત ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં નવસારી જીલ્લો 5.669 ના સૂચકાંક સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો હતો.
કેવડિયા ખાતે યોજાયેલી ચિંતન શિબિરમાં ગુજરાત ગુડ ગવર્નર્સ ઇન્ડેક્સમાં નવસારી એ પ્રથમ ક્રમાંક મેળવીને બાજી મારી છે. વહીવટી ક્ષેત્રે તમામ નિયમો સાથે કામગીરી પૂર્ણ કરવામાં નવસારી પ્રથમ રહ્યો છે.બીજા ક્રમે રાજકોટ અને ત્રીજાએ અમદાવાદનો ક્રમ રહ્યો છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની સર્વેની ટીમ દ્વારા 65 મુદ્દાઓ પર સર્વે કરવામાં આવ્યો હતો
રાજ્યના 33 જિલ્લાઓમાં આ સર્વે થયો હતો. સાથે જ 126 જેટલા પાસાઓ પણ ચકાસવામાં આવ્યા હતા.10 સેક્ટરમાં ફેલાયેલા 65 સૂચકાંકો હેઠળ 126 ડેટા પોઈન્ટ્સ પર ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં ઈન્ડેક્સ બેન્ચમાર્ક ગવર્નન્સને દર્શાવે છે. તે સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં શાસનની સ્થિતિ અને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવેલા વિવિધ હસ્તક્ષેપોની અસરનું મૂલ્યાંકન કરવા માટેનું એક સમાન સાધન છે.
રાજ્ય તેમજ જિલ્લા વહીવટીતંત્રને હાલના અંતરાલોને દૂર કરવાના તેમના પ્રયાસોમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.આ અંતરને દૂર કરવાની યોજના છે અને નિર્ણય લેવાના સાધન તરીકે મદદ કરશે. રેન્કિંગ જિલ્લાઓ વચ્ચે નાગરિક કેન્દ્રિત વહીવટ અને શાસન પ્રદાન કરવાની તેમની શોધમાં તંદુરસ્ત સ્પર્ધા લાવશે. ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં વહીવટી ક્ષેત્રે ક્ષતિઓ રહી ગઈ છે તેને પૂર્ણ કરવા માટે પણ ભલામણ કરવામાં આવી છે.
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા દરેક જિલ્લાઓમાં વિવિધ યોજનાઓ અમલી બને છે જેના નિયમિત સમયે પૂર્ણ થવું અને લોકોને તે યોજનાના લાભ મળે તે માટે કૃષિ વહીવટી આરોગ્ય સહિતના મુદ્દા ઉપર એક સર્વે થાય છે જેમાં ગુજરાત ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સમાં રાજ્યમાં વહિવટી ક્ષેત્ર અન્ય જિલ્લાઓ પછાડી નવસારી જિલ્લાઓ પ્રથમ રહેતા નવસારી જિલ્લા વાસીઓમાં આનંદની અને ગર્વની લાગણીઓ થઈ છે.
નવસારી જીલ્લાની આ સિદ્ધિ વિશે:
જીલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને સહર્ષ જણાવ્યું કે આ સિદ્ધિ એ નવસારી જીલ્લાના સર્વે પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તથા સંકળાયેલા બધા લોકોની મહેનતનું પરિણામ છે. અને આગળના દિવસોમાં પણ સર્વે માટે વધુ ખંત અને મહેનત માટેની પ્રેરણાસમાન છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે યોજાયેલી ચિંતન શિબિર દરમિયાન ગતરોજ ગુજરાતના District Good Governance Index નું લોન્ચિંગ કર્યું હતું