નવસારી જિલ્લા અને શહેર ભારતીય જનતા પાર્ટીની સંયુક્ત કારોબારી યોજાઈ

નવસારી જિલ્લા અને શહેર ભારતીય જનતા પાર્ટીની સંયુક્ત કારોબારી યોજાઈ

નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ ના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લા ભાજપ અને નવસારી શહેર ભાજપ ની સયુંકત કારોબારી બેઠક કમલમ ખાતે યોજાઇ હતી.જેમાં આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત કરવાની થતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બુથ સશક્તિકરણ,પાંચ એપ્લિકેશન ડાઉનલોડ કરવા તેમજ દરેક કાર્યકતા ઓને 50 સરલએપ ડાઉનલોડ કરવાનું લક્ષ અપાયું હતું.

આ કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને નવસારીમાં સાંસદ સીઆર પટેલ સાહેબે વિડિયો વક્તવ્યમાં કેન્દ્રની ભાજપ સરકારને નવ વર્ષ પૂર્ણ થતા હોઇ આ નવ વર્ષ દરમિયાન ભાજપ સરકાર દ્વારા સમગ્ર હિન્દૂ ધર્મના આસ્થા ભગવાન શ્રીરામના મંદિરનું ભવ્ય નિર્માણ,જમ્મુ કાશ્મીરમાંથી વિવાદિત કલમ 370 અને 35A એક જ ઝાટકે દૂર કરી દેશની અખંડિતા કાયમ રાખી છે.

ભારતીય જવાન અભિનંદનને પાકિસ્તાન થી માત્ર 24 કલાકમાં સુરક્ષિત ઘેર લાવી ભારતની શક્તિનો પરચો બતાવ્યો હતો.આત્મનિર્ભર ભારતને સાર્થક કરતું એક કામ દેશમાંજ વંદે ભારત ટ્રેનની તમામ સ્પેરપાર્ટ સ્વદેશમાં જ તૈયાર કરવામાં આવ્યા છે.સહિત 9 વર્ષમાં કરાયેલી અનેકવિધ ઉપલબ્ધિઓ જણાવી હતી.આ કારોબારીમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહે કાર્યકર્તાઓને દરેક મંડળના બુથ સુધી જઈને બુથ મજબૂત કરવા માટે જણાવ્યું હતું અને દરેક કાર્યકર્તાઓને પાંચ એપ્લિકેશન એપ બનાવવા માટે જરૂરી સૂચનો કર્યા હતા.

આ કારોબારીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, નરેશભાઈ પટેલ અને પ્રદેશ મંત્રી શીતલબેન સોનીએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહિર પ્રદેશ કારોબારી સભ્ય અને તાપી જિલ્લાના પ્રભારી માધુભાઈ કથીરિયા પ્રદેશ એસટી મોરચાના મહામંત્રી પિયુષ પટેલ મહામંત્રી ગણપતભાઈ મહાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રી જીગ્નેશભાઈ નાયક એ કર્યું હતું

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *