NCC નેવલ યુનિટ નવસારી દ્વારા પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે “મિશન લાઈફ સ્ટાઈલ” ની ઉજવણી કરવામાં આવી

NCC નેવલ યુનિટ નવસારી દ્વારા પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે “મિશન લાઈફ સ્ટાઈલ” ની ઉજવણી કરવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26મી યુએન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ (COP26)માં મિશન લાઇફનો વિશ્વને પરિચય કરાવ્યો.”મિશન લાઇફ એ પર્યાવરણીય સભાન જીવનશૈલીનું સામૂહિક ચળવળ બની શકે છે. આજે જેની જરૂર છે તે માઇન્ડફુલ અને ડિસ્ટ્રેક્ટિવ કન્ઝમ્પશનને બદલે માઇન્ડફુલ અને ઇરાદાપૂર્વક ઉપયોગ કરવાની છે.”

મિશન લાઈફ સ્ટાઈલ ની ઉજવણીના ભાગરૂપે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ દમણ અને બી કે એમ સાયન્સ કોલેજ વલસાડ અને નવસારી જિલ્લાની સરકારી શાળા કોલેજો ના એનસીસી નેવી ક્રેડિટ દ્વારા દરિયા કિનારાની સફાઈ કરવામાં આવી પૃથ્વીને અનુકૂળ એવા જળાશયો સ્વચ્છ રાખવા માટે પ્રતિજ્ઞા કરવામાં આવી.એનસીસી ગ્રુપ હેડ કવોટર વડોદરાના નેજા હેઠળ 9 ગુજરાત એન સી સી નેવલ યુનિટ નવસારી દ્વારા મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જુદી જુદી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી સમગ્ર વિશ્વ જ્યારે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ ની ઉજવણી કરે છે ત્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન મુજબ પ્રત્યેક નાગરિક મિશન લાઇફની પ્રતિજ્ઞા લે અને પર્યાવરણને અનુકૂળ પોતાની જીવનશૈલી અપનાવે તે માટે શેરી નાટક ,ડિબેટ, જનજાગૃતિ રેલી,નિબંધ લેખન ,પોસ્ટર વગેરે દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

9 ગુજરાત એન સી સી નેવલ યુનિટ નવસારીના કમાન્ડિંગ ઓફિસર અમિત નૈન દ્વારા પીઆઇ સ્ટાફ મનીષકુમાર અને એનસીસી કેડેટને જનજાગૃતિ પ્રવૃત્તિ માટે અભિનંદન આપી આ પ્રવૃત્તિ પાંચમી જૂન સુધી સતત કાર્યરત રહેશે તેવું જણાવ્યું હતું. નવસારી ,દમણ અને આજુબાજુના સામાજિક કાર્યકરો અને પ્રકૃતિ પ્રેમીઓએ એનસીસીની આ સમગ્ર પ્રવૃત્તિને આવકારી હતી.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *