ગુજરાત દરિયા કિનારે બિપરજોય વાવાઝોડુ ત્રાટકવાની સંભાવનાઓ પગલે નવસારી જિલ્લા વહિવટીતંત્ર અગમચેતી ભાગરૂપે તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ

ગુજરાત દરિયા કિનારે બિપરજોય વાવાઝોડુ ત્રાટકવાની સંભાવનાઓ પગલે નવસારી જિલ્લા વહિવટીતંત્ર અગમચેતી ભાગરૂપે તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ

ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું સંકટ ઊભું થયું છે. હવામાન વિભાગે આગામી 12 કલાકમાં વાવાઝોડું સક્રિય બનવાની સંભાવના વ્યક્ત કરી છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડું સક્રિય થઈ ચૂક્યું છે. આજે બપોર બાદ વાવાઝોડું ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થશે. અત્યારે વાવાઝોડું પોરબંદરથી માત્ર 110 કિલોમીટર દૂર છે. સાવચેતીના ભાગરૂપે તમામ બંદર પર હાઈએલર્ટ જાહેર કરી દેવાયું છે.

ગુજરાતમાં આવશે ભારે વરસાદ

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની તાકાત હજુ ભુલાઈ નથી ત્યારે બિપરજોયથી લોકોમાં ફરી ભય પેદા થયો છે. ગુજરાતના દરિયાકાંઠાથી 1120 કિલોમીટર દૂર દરિયામાં લો પ્રેશર સિસ્ટમને કારણે વાવાઝોડાના સંજોગો સર્જાયા છે. આ વાવાઝોડાને બાંગ્લાદેશે ‘બિપરજોય’ નામ આપ્યું છે, જેનો અર્થ ‘આફત’ થાય છે. દરમિયાન વાવાઝોડાની શક્યતાને ધ્યાનમાં રાખીને ગુજરાતનાં તમામ બંદરને કાંઠે બે નંબરનું સિગ્નલ ફરકાવી દેવાયું છે. 9મી અને 10મી જૂને ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો આ વાવાઝોડું કાંઠે અથડાશે તો ભારે વરસાદ પડશે. વાવાઝોડું 12-13 જૂન સુધીમાં ઓમાન તરફ ફંટાય એવી પણ શક્યતા છે. વાવાઝોડાની અસર 15 જૂન સુધી રહેશે. જેના કારણે ચોમાસું મોડું પડશે.

નવસારી જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ :

હવામાન વિભાગ ની આગાહીના પગલે નવસારી જિલ્લાને બાવન કિલોમીટર દરિયા કિનારો આવેલ હોવા પગલે વહિવટીતંત્ર બિપરજોય વાવાઝોડા ત્રાટકવાની સંભાવના પગલે આગમચેતી ભાગરૂપે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. બાવન કિલોમીટર દરિયા કિનારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

દરિયા કિનારે ફરવા આવતા સહેલાણીઓ તેમજ દરિયા કિનારે રહેતા લોકોએ કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે. તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સુચના અપાઈ છે. આ બિપરજોય વાવાઝોડા ઉપર વહિવટીતંત્ર ટીમ ધ્વારા સતત મોનીટરીંગ પણ કરાઈ રહ્યું છે.

માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના:

 

 

આવતી કાલે વાવાઝોડું તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની શક્યતા હવામાન વિભાગે કરી છે. તેના પગલે ગુજરાતનાં પોરબંદર અને જાફરાબાદ સહિતનાં બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. નવસારી જિલ્લાના ઓજલ માછીવાડ,દાંડી, બીલીમોરા ના માછીવાડ,ધોલાઈ સહિત અન્ય દરિયા કિનારે ગામે થી   માછીમારો (ખલાસીઓ) ને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

માછીમારી કરવા ગયેલા તમામ લોકોને પરત બોલાવવાની પણ સુચના અપાઈ ગઈ છે. વાવાઝોડાને કારણે અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.

 

 

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *