ભારતીય જનતા પાર્ટી ના જન સંપર્ક અભિયાન અંતર્ગત માજી કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધનએ નવસારીની મુલાકાત લીધી
- Local News
- June 7, 2023
- No Comment
હાલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થતા વિશેષ જન સંપર્ક અભિયાન નો આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે નવસારી ખાતે માજી કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનજી નવસારીની મુલાકાતે આવ્યા હતા નવસારી કમલમ ખાતે નવસારી જિલ્લા ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલી પાંખ ના સભ્યો સાથે બેઠક કરી હતી.

ત્યારબાદ તેઓએ પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્ર સરકારના છેલ્લા નવ વર્ષના વિવિધ ઉપયોગી કાર્યો ની માહિતી આપી હતી . કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન એ 2014 થી 2023 સુધી ભાજપ એ જનકલ્યાણમાં જે ભાગીદારી નોંધાવી છે તેના વિશે વાત કરી હતી. કોરોના કાળમાં દેશને આફતથી બચાવવા કયા કયા સકારાત્મક નિર્ણયો થયા નિશુલ્ક વેક્સિન ની વહેંચણી જેવા અલગ અલગ મુદ્દા ઉપર પત્રકાર પરિષદ માં વિકાસના મુદ્દાને કેન્દ્રમાં રાખ્યો હતો.
ડો.હર્ષવર્ધને જણાવ્યું હતું કે એક સમયે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ ઘોષણા કરી હતી કે દિલ્હીથી નીકળતો એક રૂપિયો સામાન્ય જનના હાથમાં પહોંચતા પૈસામાં પરિણામે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન ધન ખાતા દ્વારા લાભાર્થીઓના ખાતામાં સીધા જ પૈસા નાખી સાચા અર્થમાં સેવા કરી છે.
ત્યારબાદ તેમણે સુવર્ણાકાર આહીર સમાજ ની વાડી ખાતે લાભાર્થી સંમેલનમાં ભાગ લીધો હતો આ ઉપરાંત અગ્રવાલ કોલેજ અને દાંડી સ્મારકની પણ મુલાકાત લીધી હતી એમની સાથે બિહારના ધારાસભ્ય સંજય સારંગીજી પણ હાજર રહ્યા હતા આ ઉપરાંત નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાભાઈ શાહ પ્રદેશ મંત્રી શીતલબેન સોની,ધારાસભ્યો આર.સી પટેલ નરેશભાઈ પટેલ રાકેશભાઈ દેસાઈ સહિતના આગેવાનોને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.