
બિપોરજોયને લઈને સૌથી મોટા રાહતના સમાચાર: ગુજરાત માથેથી ખતરો ઓછો પરંતુ ધ્યાન રાખવું પડશે
- Local News
- June 8, 2023
- No Comment
બિપોરજોય વાવાઝોડા ત્રાટકવાના સંભાવનાઓ હતી. હવામાનની આગાહી કરી ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતને બિપરજોય વાવાઝોડાથી કોઈ ખતરો નથી. પરંતુ હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતને કોઈ ખતરો નથી, ગુજરાત અને મહારાષ્ટ્રના તટ પર 50 થી 70 કિમી પ્રતિ કલાકે ભારે પવન ફૂંકાશે.
બિપોરજોય વાવાઝોડાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતને બિપોરજોય વાવાઝોડાથી કોઈ ખતરો નથી. આ સાથે આ બિપોરજોય વાવાઝોડું ઉત્તર અને પશ્ચિમ દિશાથી ઓમાન તરફ આગળ વધશે. આ તરફ વાવાઝોડું આગળ વધી જતા આવતીકાલથી 2 દિવસ ભારે હવા ફૂંકાશે.
હાલ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય પર કોઈ ખતરો નથી
બિપોરજોય વાવાઝોડાથી હાલ મહારાષ્ટ્ર તેમજ ગુજરાતને કોઈ ખતરો નથી. આ તરફ હવે ગુજરાત અને મહારાષ્ટ્રના તટ પર 50 થી 70 કિમી પ્રતિ કલાકે ભારે પવન ફૂંકાશે. જેને લઈ આવતીકાલથી 2 દિવસ દરિયાકિનારે ન જવા સલાહ આપવામાં આવી છે. આ તરફ 10 અને 11 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને છૂટો છવાયો વરસાદ રહેશે.
@sarvakalinnews
Very Severe Cyclonic Storm #Biparjoy over eastcentral Arabian Sea, lay centered at 5:30 am IST of 08thJune, about 860km west-southwest of Goa, 910km southwest of Mumbai. It would intensify further & move north-northwestwards: India Meteorological Department (IMD) pic.twitter.com/dqdzwBCAVM— sarvakalin (@sarvakalinnews) June 8, 2023
ગુજરાત માટે બે દિવસ અતિભારે
બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસરને લઈ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને વલસાડ, ભરૂચ, ડાંગ, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. આ સાથે અમદાવાદ માં સૂકું વાતાવરણ રહેશે.
ક્યાં પહોંચ્યું ‘બિપોરજોય’?
ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાના ખતરાની સંભાવના વચ્ચે આ વાવાઝોડું હાલ વેરાવળથી 900 કિમી દૂર છે. આ તરફ સાવચેતીના ભાગરૂપે બંદરો પર 2 નંબરના સિગ્નલ લગાવાયા છે. તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.