બિપોરજોયને કારણે આ ટ્રેનો રદ્દ, કેટલીક ટ્રેનો રૂટ ટુકાવ્યા, પશ્ચિમ રેલવેએ હેલ્પલાઈન જાહેર કર્યા 

બિપોરજોયને કારણે આ ટ્રેનો રદ્દ, કેટલીક ટ્રેનો રૂટ ટુકાવ્યા, પશ્ચિમ રેલવેએ હેલ્પલાઈન જાહેર કર્યા 

બિપોરજોય વાવાઝોડાની સર્વત્ર અસર થઈ રહી છે. જેનાં કારણે પશ્ચિમ રેલવેની ઘણી ટ્રેનો પ્રભાવિત થઈ છે. ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સલામતીનાં ભાગરૂપે કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. તેમજ રેલવે વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર પણ શરૂ કરાયા છે.

“બિપોરજોય વાવાઝોડા ” ને કારણે પશ્ચિમ રેલવેની ઘણી ટ્રેનો પ્રભાવિત ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન તેમજ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. “બિપોરજોય વાવાઝોડા” ને કારણે પશ્ચિમ રેલ્વેની ઘણી ટ્રેનોને અસર થશે. તેમજ મુસાફરોની સલામતી અને ટ્રેન સંચાલનમાં સુરક્ષા માટે સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે અને ટૂંકી અવધિ માટે બંધ કરવામાં આવશે. લોકોની માહિતી માટે સ્ટેશનો ઉપર ટ્રેન અપડેટ્સ અંગે વારંવાર જાહેરાત કરવામાં આવશે.

પશ્ચિમ રેલ્વે ધ્વારા ઘણી ટ્રેનો રેગ્યુલેશન/રદ્દીકરણ/શોર્ટ-ટર્મિનેશન/ડાઇવર્ઝન વિગેરે સંબંધિત વિગતવાર અપડેટ્સ સમય સમય પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને મીડિયા અપડેટ્સ દ્વારા જારી કરવામાં આવશે. ચક્રવાતી તોફાન “બિપોરજોય વાવાઝોડા” ને કારણે કોઈપણ પ્રકારની સહાયતા માટે અમદાવાદ વર્તુળ દ્વારા હેલ્પલાઈન નંબરો જારી કરવામાં આવ્યા છે. અમદાવાદ ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા માટે ગાંધીધામ અને ભુજ સ્ટેશન પર હેલ્પ ડેસ્ક પણ ઉભા કરવામાં આવ્યા છે. આ તમામ હેલ્પલાઇન નંબરોની વિગતો નીચે મુજબ છે.

 

વેસ્ટન રેલવેનાં જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાએ આજે બિપોરજોય વાવાઝોડાનાં સંદર્ભમાં તૈયારીઓ અંગે વરિષ્ઠ વિભાગીય અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક બોલાવી હતી અને કરેલી વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરી હતી. મીટીંગમાં અશોકકુમાર દ્વારા કુદરતી આપત્તિ બિપોરજોયને પહોંચી વળવા માટે તેમજ કોઈ જાનહાનિ ન થાય તે માટે સતર્ક રહેવા માટેની બેઠકમાં ચર્ચા કરી હતી.

ભાવનગર, વેરાવળ, ભુજ ટર્મિનસ ખાતે હેલ્પ ડેસ્ક શરૂ કરાયા

બિપોરજોય વાવાઝોડાનાં પગલે  પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને ટ્રેનની માહિતી/ ટ્રેન અપડેટ્સ સાથે મદદ કરવા ભાવનગર ટર્મિનલ, વેરાવળ, પોરબંદર, ભુજ તેમજ જૂનાગઢ અને અન્ય મહત્વનાં સ્ટેશનો પર હેલ્પડેસ્ક પણ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ રેલવે વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરાયા

“બિપોરજોય” વાવાઝોડાને કારણે કોઈપણ પ્રકારની સહાયતા માટે અમદાવાદ રેલવે વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબરો જારી કરવામાં આવ્યા છે. અને મુસાફરોની સુવિધા માટે ગાંધીધામ અને ભુજ સ્ટેશન પર હેલ્પ ડેસ્ક પણ ઉભા કરવામાં આવ્યા છે.

બિપોરજોય વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં રેલ વ્યવહારને મોટી અસર થઈ છે. ત્યારે મોટી સંખ્યામાં ટ્રેનો રદ કરાઈ તો ઓખાથી ઉપડતી અને ઓખા સુધી જતી કેટલીક લાંબા અંતરની ટ્રેનો રાજકોટ સુધી ટુંકાવાઈ.

  • 13 થી 16 જૂન સુધી ઓખા – રાજકોટ ટ્રેન રદ્દ કરવામાં આવી,
  • 12 થી 15 જૂન સુધી રાજકોટ – ઓખા ટ્રેન રદ્દ કરવામાં આવી,
  • 12 થી 15 જૂન સુધી વેરાવળ – ઓખા અને ઓખા – વેરાવળ ટ્રેન રદ્દ કરવામાં આવી
  • જયપુર – ઓખા ટ્રેન રાજકોટ સુધી ટુંકાવવામાં આવી, ઓખા – બનારસ ટ્રેન 15 તારીખે ઓખાની જગ્યાએ રાજકોટથી ઉપડશે
  • 12,13 અને 14 તારીખ મુંબઈ સેન્ટ્રલ – ઓખા રાજકોટ સુધી ટુંકાવવામાં આવી
  • 13,14 અને 15 તારીખ ઓખા – મુંબઈ સેન્ટ્રલ ઓખાની જગ્યાએ રાજકોટથી ઉપડશે
  • 15 તારીખે ઓખા – જગન્નાથ પુરી ટ્રેન ઓખાની જગ્યાએ  અમદાવાદથી ઉપડશે
  • 12,13 અને 14 જૂન અમદાવાદ વેરાવળ ટ્રેન રદ્દ કરવામાં આવી
  • 13,14 અને 15 જૂન વેરાવળ – અમદાવાદ ટ્રેન રદ કરવામાં આવી
  • 13,14,15 અને 16 તારીખે વેરાવળ – જબલપુર – વેરાવળ ટ્રેન રાજકોટથી ઉપડશે અને રાજકોટ સુધી જ દોડશે
  • 13 થી 15 જૂન વેરાવળ – પોરબંદર – વેરાવળ ટ્રેન રદ કરાઇ

પશ્ચિમ રેલવેના બુલેટિન 1 મુજબ વાવાઝોડાને કારણે 137 ટ્રેન પ્રભાવિત થઈ છે. જે પૈકી 95 જેટલી ટ્રેન રદ હશે. જ્યારે અન્ય ટ્રેનોને શોર્ટ ટર્મિનલ કરવામાં આવી છે. બુલેટિન 2 મુજબ અન્ય 82 ટ્રેનને અસર થઈ છે. આ 82 પૈકી 34 સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી છે. અન્ય કેટલીક ટ્રેન શોર્ટ ટર્મિનલ કરવામાં આવી છે. તો અમુક ટ્રેન કેટલાક સ્ટેશન સુધી શોર્ટ ટર્મિનલ કરાઈ છે. બુલેટિન 3 મુજબ અન્ય 71 ટ્રેનને અસર થઈ છે. 71 ટ્રેન પૈકી 46 ટ્રેન રદ છે જ્યારે અન્ય શોર્ટ ટર્મિનલ કરવામાં આવી છે. બુલેટિન 4 મુજબ અન્ય 20 ટ્રેનને એસર થઈ છે. જ્યારે 20 ટ્રેનમાંથી 11 ટ્રેન રદ જ્યારે અન્ય શોર્ટ ટર્મિનલ કરાઈ છે.

પશ્ચિમ રેલવે દ્વારા અગમચેતીના ભાગરૂપે 137 જેટલી ટ્રેન પૈકી 95 ટ્રેન રદ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, આજે રાતે 12 વાગ્યા સુધીની કચ્છમાં આવતી તમામ ટ્રેન રદ કરવામાં આવી છે.

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *