નવસારીના અમલસાડ ગાંધી ફળિયા માંથી 17 નાગના બચ્ચા બચાવાયા: ગણદેવી વનવિભાગ ધ્વારા જંગલમાં મુકત કરાયા
- Local News
- June 13, 2023
- No Comment
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગાંધી ફળિયા ખાતેથી 17 નાગના બચ્ચા રેસક્યુ કરાયા આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગાંધી ફળિયા ખાતેથી જીગ્નેશભાઈ વામનભાઈ નાયકા ના ઘરના વાડામાં એક સાપનું બચ્ચું દેખાતા તેઓએ વાઇલ્ડ લાઇફ વેલફેર ફાઉન્ડેશન નવસારી એન.જી.ઓ ના સ્વયંસેવક ભાવેશ હળપતિને ફોન કરીને જાણ કરતા તેઓ સ્વયંસેવક દેવાભાઈ હળપતિ સાથે સ્થળ પર જઈને જોતા નાગનું બચ્ચું દેખાતા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ આજુબાજુ તપાસ કરતા બીજા બે બચ્ચા પણ જોવા મળ્યા અને ધીરે ધીરે દરમાંથી કુલ નાગના 17 બચ્ચા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.એક સાથે 17 બચ્ચા રેસક્યુ થતા તેઓએ ગણદેવી વન વિભાગના આરએફઓ છાયાબેન પટેલને જાણ કરતા આર.એફ.ઓ છાયાબેન નિકુંજભાઇ પટેલ ભાવિનભાઈ પટેલ સ્થળ પર આવી નાગના બચ્ચાનો કબજો લીધેલ હતો
નાગની પ્રજાતિ વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ સંરક્ષિત હોવાથી તેને સંરક્ષણ મળેલ છે સરીસૃપોમાં સાપોની પ્રજાતિમાં ચાર ઝેરી સાપોમાં નાગ પણ આવે છે સામાન્ય રીતે સાપોની પ્રજાતિ માનવ વસવાટથી દૂર રહેવાનું પસંદ કરે છે.પરંતુ માનવી દ્વારા ઘરનું વધેલું ખાવાનું ઘરની બાજુમાં ફેકાતા તે ખાવા ઉંદર આવે છે અને ઉંદરને ખાવા સાપો માનવ વસાહતમાં આવી ચડે છે.
જો તમારા ઘરની આજુબાજુ સાપ કે વન્યજીવ દેખાય તો વન વિભાગ અથવા તો નજીકની વન્યજીવ પર કામ કરતી સંસ્થા નો સંપર્ક કરવો કેમકે વન્યજીવને મારવું 1972 વન્યજીવ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો બને છે તો આપણે સૌએ પ્રકૃતિની સૌથી મહત્વની કડી સરીસૃપોનું રક્ષણ કરવું જોઈએ.
આ 17 રેસ્કયુ નાગના બચ્ચા સર્વે તંદુરસ્ત બચ્ચા જંગલમાં છોડવા માટે જરૂરી કાર્યવાહી કરી હતી. ગણદેવી વનવિભાગ આર.એફ.ઓ છાયાબેન પટેલ તથા સ્ટાફ ધ્વારા જંગલ મુક્ત કરવામાં આવ્યા છે.