ગુજરાતની શાળાઓમાં હવે દર બીજા-ચોથા શનિવારે પણ શું રજા મળશે? જુઓ કોણે સરકાર સામે માંગ ઉઠાવી દીધી
- Local News
- June 18, 2023
- No Comment
મહિનાના બીજા અને ચોથા શનિવારે સરકારી ઓફિસોની માફક રાજ્યની શાળાઓમાં પણ રજાની માગ ઉઠી છે.ફરી એક વખત રાજ્યના શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેઓએ પત્રમાં જણાવ્યું કે મહિનામાં બે શનિવારે પણ સ્કૂલમાં રજા આપવામાં આવશે.જેમ બેંક અને અન્ય સરકારી કચેરીઓમાં બીજા અને ચોથા શનિવારે રજા હોય છે તેવી રીતે શાળાઓમાં પણ શનિવાર અને રવિવારે એમ બે દિવસ રજા રાખવામાં આવે.
રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને આ વાત કરી છે. આ માગણી કરવા પાછળનો ઉદ્દેશ્ય એવો છે કે વાલીઓ, વિદ્યાર્થીઓને સળંગ બે દિવસની રજા મળી શકે. તો શિક્ષકો પણ ઘર-પરિવારમાં સમય ફાળવી શકે તેવો હોવાનું જણાઈ રહ્યું છે.
પહેલા અને ત્રીજા શનિવારે 8 વિષયો રાખવામાં
મુખ્યમંત્રીને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું કે શનિવારે મહત્વના વિષયો પર શિક્ષણકાર્ય ઓછું થતું હોય છે. તો શનિવારે માત્ર પાંચ વિષયો જ ભણાવવામાં આવે છે. આમ પહેલા અને ત્રીજા શનિવારે સામાન્ય દિવસની જેમ શિક્ષણકાર્ય ચાલુ રહે અને બીજા અને ચોથા શનિવારે સંપૂર્ણ રજા જાહેર કરવામાં આવે. જો બે દિવસની રજા હોય તો સ્કૂલોમાં વીજળીનો વપરાશ ઓછો થશે અને સ્કૂલોમાં સમારકામ, સાફ-સફાઇ સહિતની અન્ય શાળા કામગીરી કરી શકાય અમે છે.
સળંગ બે દિવસ રજા મળવાથી વાલીઓ બાળકોને તેમજ પરિવારમાં સમય આપી શકશે
મુખ્યમંત્રીને લખવામાં આવેલા પત્રને લઇને હાલ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ આગામી દિવસોમાં આ બાબતે નિર્ણય લેવાઇ શકે છે. રાજ્ય શાળા સંચાલક મંડળે લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું કે કેન્દ્ર અને રાજ્યની અન્ય સરકારી કચેરીઓમાં બીજા અને ચોથા શનિવારે રજા હોય છે, તે રીતે શાળાઓને પણ રજા આપવા આ પત્રમાં જણાવ્યું છે.