
નવસારી જિલ્લામાં રોજગાર સુજન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે
- Local News
- June 18, 2023
- No Comment
સ્વાવલંબી ભારત અભિયાન હેઠળ સંચાલિત સ્વદેશી જાગરણ મંચ દ્વારા એક પહેલ શરૂ કરવામાં આવેલ છે. સ્વદેશી જાગરણ મંચ દ્વારા ચળવળ કેન્દ્રનો ઉદ્દેશ્ય ભારતભરમાં યુવાનો મહિલાઓ અને ભાઈઓને આત્મ નિર્ભરતા માટે પ્રયત્નશીલ વ્યક્તિઓને સશક્તિકરણ અને સમર્થન આપવાનો છે જેના થકી યુવાન પુરુષ તેમજ મહિલાઓ નોકરી, ધંધા થકી સ્વાવલંબન તેમજ આત્મનિર્ભર બનાવવા રહ્યો છે.
નવસારી ખાતે કેન્દ્ર ધ્વારા નોકરી શોધનારો અને નોકરી આપનાર વચ્ચેનો અંતર દૂર કરીને મહત્વપૂર્ણ મધ્યસ્થી તરીકે કામ કરવાનો રહેશે જેથી નોકરી કરનાર અને નોકરી આપનાર વચ્ચે કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ દૂર કરવાનો રહેશે તેમજ વધુમાં મહિલાઓને યુવાનોને પોતાનું એન્ટરપ્રાઇઝ સ્થાપવામાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા અને આર્થિક સ્વતંત્રતતા મદદરૂપ સાબિત થશે
ઉપરોક્ત કેન્દ્ર ઉદ્ઘાટન કાર્યક્રમની અધ્યક્ષતા અરુણઘંતી નાયક, પરેશભાઈ રાઠોડ, ડૉ.વિપુલભાઈ પટેલ અને સ્મિતભાઈ લેન્ડે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તવ્ય સ્મિતભાઈ લેન્ડે આત્મનિર્ભરની જરૂરિયાત અને કેન્દ્રનો ઉદ્દેશ્ય માહિતી આપી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વદેશી જાગરણ મંચની ટીમના ઉર્વિબેન લાડાણી ,ડોક્ટર અશ્વિનભાઈ શર્મા ,ભરતભાઈ પરમાર તેમજ અન્ય કાર્યક્રતાઓનો સહયોગ રહ્યો હતો