
નવસારી રાજપૂત સમસ્ત પંચના પ્રમુખ અને મંત્રીની વરણી સાથે 18 મો વાર્ષિક રક્તદાન શિબિર યોજાયો
- Local News
- June 18, 2023
- No Comment
નવસારીમાં પેઢીઓથી વસતા ધોબી સમાજના સંગઠન નવસારી રાજપૂત સમસ્તપંચ ની નાગરવાડ ધોબીવાડ ખાતે આવેલી વાડી ખાતે આગામી વર્ષ ના પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદાર વરણી કરવામાં આવી હતી. આગામી વર્ષ માટે સેવાભાવી કાર્યકર રાજુ જમનાદાસ રાજપુત તેમજ મંત્રી પદે કસાયેલા કાર્યકર રોહિત માણેકલાલ ચૌહાણ ની વરણી થઈ છે.આ ધોબી સમાજની વાડી નાગરવાડ ખાતે યુથ ક્લબ અને રાજપૂત સમસ્તપંચ ના સંયુક્ત ઉપક્રમે સતત 18 માં વર્ષનો રક્તદાન શિબિર યોજાયો હતો. આ રક્તદાન શિબિર 36 યુનિટ રક્ત એકત્ર થયું હતું.
આ શિબિર ટાણે સમસ્ત પંચના પ્રમુખ રાજુ રાજપુત સહિત અનેક જ્ઞાતિજનો અને યુથ ક્લબના આગેવાનો એવા અજય બાબુલાલ શાહ અજય રવજીભાઈ પટેલ રાજુભાઈ ઘેલા ગોપાલજી પેટ્રોલ પંપ વિજય લોન્ડ્રી ના વિજયભાઈ ચૌહાણ અનિલ જયંતીભાઈ ચૌહાણ અને રેડ ક્રોસ ટીમ ઉપસ્થિત રહી હતી.