નવસારીની રોટરી ક્લબ 82 માં વર્ષનો શપથવિધિ યોજાયો:રોટરી ક્લબના 82 વર્ષના ઇતિહાસમાં ત્રીજી મહિલા ની પ્રમુખ પદે વરણી
- Local News
- July 2, 2023
- No Comment
નવસારીની જાણીતી અને 82 વર્ષથી સર્વાંગી સેવા કરતી ટોચની સામાજિક સંસ્થા રોટરી ક્લબ નો શપથવિધિ સમારોહ ગઈકાલે બી.આર ફાર્મ ઇટાળવા ખાતે યોજાયો હતો આ સમારોહના મુખ્ય વક્તા તરીકે લેખક અને સંદેશના કોલમિસ્ટ અંકિત દેસાઈ પારડીકર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આપણને ફોન સ્માર્ટ જોઈએ પરંતુ આપણે મનમાં અશાંત છીએ માનસિક ખળભળાટ અનુભવીએ છીએ હવેની પેઢી માનસિક સંયમ ગુમાવી રહી છે જો જીવતર અશાંત હોય તો આધુનિક સાધનો શું કામના એવો વેદક પ્રશ્ન તેમણે કર્યો હતો
ધારાસભ્ય રાકેશ દેસાઈએ પ્રાસંગિક શુભકામના પાઠવી હતી નવોદિત પ્રમુખ એવા એસજીએમ સિરોહીયા સ્કૂલના તેજસ્વી શિક્ષિકા પિંકલ બા દેસાઈ તથા મંત્રી ક્રિના વશી ને વિદાય લેતા પ્રમુખ તથા મંત્રી શશીદ્ધ દેસાઈ અને ડોક્ટર નિમિત ગાંધીએ શુભકામના પાઠવી હતી. શપથવિધિ સમારોહને સફળ બનાવવા માટે વિસ તાપ કોલાહ, ધ્રુવ ભટ્ટ, મયંક દેસાઈ, જયંત પટેલ વિગેરે પ્રાસંગિક ભૂમિકા ભજવી હતી