
નવસારી ખાતે ત્રીજી ગુજરાત રાજ્યની ગ્રેપલીંગ સ્પર્ધા યોજાઈ
- Sports
- July 2, 2023
- No Comment
નવસારી ખાતે ત્રીજી ગુજરાત રાજ્ય ગ્રેપ્લીંગ સ્પર્ધા નું આયોજન ૭૫માં આઝાદીકા અમૃત મહોત્સવ અને ફીટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત ગ્રેપ્લીંગ કમિટી ઓફ ગુજરાત ના નેજા હેઠળ ક્રીડા ભારતી ગુજરાત પ્રાંત, ગ્રેપ્લીંગ કમિટી ઓફ નવસારી અને નવસારી જીલ્લા ક્રીડા ભારતી દ્વારા અને નવસારી વિજલપોર નગરપાલિકાના સહયોગ થી પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, લુન્સીકુઈ, નવસારી ખાતે થયુ હતું.
જેમાં ગુજરાત રાજ્યના નવસારી, વલસાડ, સુરત, વડોદરા, આણંદ, નડિયાદ એકેડમી ખેડા, દેવગઢ બારીયા DLSS દાહોદ, અમદાવાદ, મહેસાણા, ગીર સોમનાથ જીલ્લા ના કુલ 234 ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો.
સ્પર્ધાના ઉદ્દઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે માનનીય કેરસી દેબુ (ઉપાધ્યક્ષ નેશનલ કમિશન ઓફ માઈનોરીટી, ભારત સરકાર), અતિથિ વિશેષ ડૉ.રૂસ્તમ એન. સદરી – (બોર્ડ ઓફ ગવર્ન્સ સભ્ય સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી, દેસર), હસમુખભાઈ પટેલ – (સીન્ડીકેટ સભ્ય વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત), આચાર્યશ્રી મારઝબાન પાત્રાવાલા, વિજય કીકાણી, અંકુર પટેલ તેમજ ગુજરાત ગ્રેપલિંગ કમિટી ના પ્રમુખ ફરેદૂન મિર્ઝા, મંત્રી ગીરીશભાઈ મીસ્ત્રી ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા
સ્પર્ધા દરમ્યાન પસંદગી પામનાર ખેલાડી ભાઈઓ બહેનો આગામી માસ માં હરીદ્વાર અને જયપુર ખાતે યોજાનાર રાષ્ટ્રકક્ષાની સ્પર્ધા માં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
સમગ્ર સ્પર્ધા નું આયોજન નવસારી વિજલપોર નગરપાલિકા ના સહયોગ થી ગ્રેપ્લીંગ કમિટી ઓફ નવસારી દ્વારા કરવામાં આવ્યું હતું સ્પર્ધાનું સફળ સંચાલન પ્રમુખ જગદીશભાઈ પટેલ, ઉપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, મંત્રી અમીત કલસરિયા અને સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું પંચો તરીકે જીતેન્દ્ર બારોટ, રાજપાલ યાદવ, નરેશ રાઠોડ, ચંદ્રેશ રાઠોડ, રોશન પટેલ, વિનય રાઠોડ, મહાકાલ કીર્તી, શ્રધ્ધા ભવર અને ફીઝયો તરીકે ડૉ ધ્વની પંચાલ અને વિશ્વામી પ્રજાપતિએ સેવા આપી હતી અને અંતે વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્રો મહેમાનો દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા.