અધ ધ ધ એવી 51 જેટલી દિવસ ઘરફોડ ચોરી કરનાર ને દબોચી લેતી નવસારી એલ.સી.બી
- Local News
- July 2, 2023
- No Comment
નવસારી પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય અને નાયબ પોલીસ વડા સંજય રાયના નિર્દેશ મુજબ ગંભીર ઘર ફોડ ચોરીના આરોપીઓને ઝડપવાના ગંભીર પ્રયાસો આદરો એવી સૂચના આપતા નવસારી જિલ્લા પોલીસ ક્રાઈમ બ્રાન્ચ દ્વાર 51 જેટલી જેટલી ચોરી કરનાર મૂળ નંદુરબાર અને હાલ વિજલપોરનો રહીશ જીમી ઉર્ફે દિપક બીપીન બાબુલાલ શર્મા ઉંમર વર્ષ 30 રહે હિંગળાજ માતાના મંદિરની બાજુમાં વિજલપોર મૂળ વતન ગુરૂકુલ નગર નંદુરબાર મહારાષ્ટ્રનાઓને નવસારી એલસીબી પીઆઇ કોરાટ ના સથવારે સ્ટાફે સી.સી ટીવી દ્વારા પગેરૂ અને વોચ ગોઠવી વિજલપોર નજીકથી ગાંધી ફાટક પાસેથી ઝડપી લીધો છે.

કંઈ રીતે ચોરીને અંજામ આપતો
પકડાયેલા આરોપી ચોરી કરવાની પદ્ધતિની એવી હતી કે તે આ ચોરને દિવસના ચોરી કરવામાં જ ફાવટ હતી. દિવસના સમયે મહિલાઓ બાળકોને ટ્યુશન કે શાળા લેવા મુકવા તેમજ અન્ય કામ અર્થે બહાર ગયા હોય કે પુરુષો નોકરી કે ધંધા તેમજ કામકાજ માટે બહાર જાય ત્યારે જ આ ચોર તેનો ખેલ કરતો હતો. બાઈક લઈને નીકળે સાથે એક મોટું ડિસ્મિસ રાખી ફ્લેટ કે બંધ બંગલાને નિશાન બનાવી દિવસના સમયે તાળું તોડી ઘરમાં પ્રવેશી કબાટ કે લોકર ને તોડી માત્ર ગણતરીની મિનિટમાં હાથ સફાયો કરી નાસી જતો હતો.

આ રીઢો ચોર શા માટે ચોરીઓ કરતો
પકડાયેલા આરોપીને જુગારનો શોખ હોય તે માત્ર જુગાર રમવા માટે ચોરીના રવાડે ચડ્યો હતો ચોરી કરી સીધો તે મુંબઈ, દિલ્હી,ગોવા જેવા શહેરોમાં સોના ચાંદીના ચોરી દાગીના વેચીને પૈસા લઈ જઈ ને મોટા ક્લબમાં પૈસા ઉડાવતો હતો અને પૈસા પુરા થયા બાદ ફરીવાર બંધ ઘરને નિશાન બનાવી સોના ચાંદીના ચોરી કરી પોતાનો મોજ શોખ પૂરો કરતો હતો.
અત્યાર સુધીમાં ક્યાં ક્યાં ચોરીઓ કરી
આ રીઢો ગુનેગાર અને સતત આરોપી એવા મોજ શોખ માટે પૈસા ઉડાવનાર જીમીએ આંતર રાજ્ય દિવસની ઘર ફોડ ચોરીઓ રાજસ્થાનમાં 4, હરિયાણામાં 20 અને મહારાષ્ટ્ર માં 25 તથા ગુજરાતમાં 2 કરી છે તેણે 51 જેટલી અંદાજે ચોરી ના પોલીસ ફરિયાદ નોંધાઈ ચુકી છે.

નાયબ પોલીસવાળા સંજય રાયના જણાવ્યા મુજબ હાલ રીઢા આરોપી એવા જીમી ઉર્ફે દિપક એ નવસારીના રંગૂનનગર કરિશ્મા ટાવર ટાટા બોય સ્કૂલ નજીક તેમજ જલાલપોર ખાતે સીતારામ નગરમાંથી સોના ચાંદીના દાગીના કિંમત ₹ 6,53,330 તેમજ બજાજ પલ્સર ગાડી તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 7,12,300 કબજે કરવામાં આવ્યો છે. આમ નવસારી ટાઉન તથા જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરી હોવાની એલસીબી પોલીસે કાન આમળતા પોપટની જેમ કબૂલી લીધી છે