નવસારી ખાતે ૭મો સ્નેહમિલન તથા વિદ્યાર્થી પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

નવસારી ખાતે ૭મો સ્નેહમિલન તથા વિદ્યાર્થી પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

યુવા કોળી સમાજ સંગઠન નવસારી દ્વારા આયોજિત સમારોહમાં પાણીપુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ સમાજના દિકરા, દિકરીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા હતા.

આજરોજ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજની વાડી, નવસારી ખાતે યુવા કોળી સમાજ સંગઠન, નવસારી દ્વારા ૭મો સ્નેહમિલન તથા વિદ્યાર્થી પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ જળસંપત્તિ અને પાણી પુરવઠા,અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે સમાજનું આગવી શૈલીમાં નેતૃત્વકર્તા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ સમાજના ઉત્કર્ષ અને સમાજમાં વધુને વધુ શિક્ષણનો વ્યાપ વધે તે અંગે વિસ્તૃતમાં માર્ગદર્શન આપ્યું હતું તેમજ આધુનિક ટેકનોલોજીના યુગમાં બાળકોને ઉચ્ચ શિક્ષણ અપવવા માટે સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓ કરતા અગ્રણીઓને વધુને વધુ કાર્યશીલ રહેવા અનુરોધ કર્યો હતો.

આ અવસરે મંત્રીકુંવરજીભાઇ એ જણાવ્યું કે  દરેક સમાજના વિકાસનો પાયો માત્ર શિક્ષણ જ હોવાનું જણાવી દિવસે ને દિવસે વધતી જતી આધુનિકતા તેમજ ટેકનોલોજીના આ યુગમાં સમાજમાં શિક્ષણનો પાયો વધુ મજબૂત કરવા સમાજના યુવાનોને શિક્ષણ ક્ષેત્રે કામે લાગી જવા હાકલ કરી હતી.

૭મો સ્નેહમિલન તથા વિદ્યાર્થી પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના વિવિધ અભ્યાસક્રમોમાં અનેરી સિદ્ધિ હાંસિલ કરનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને મંત્રીના વરદ્દહસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સમાજના શ્રેષ્ઠીઓ મનુભાઇ ચાવડા, સુનિલભાઇ મકવાણા, ડો.મુકેશભાઇ મકવાણા, દિલીપભાઇ શિયાળ, જયસુખભાઇ મકવાણા, પરેશભાઇ ભાલીયા સહિતના સેવાકીય પ્રવૃતિ કરતા સામાજિક અગ્રણીઓ, શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર કેળવણીકારો, અધિકારી તથા કર્મચારીઓ, સમાજના ઉત્થાન માટે સતત પ્રયાસો કરનાર યુવાનો, રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *