ગુજરાત રાજયમાં હવે વાહનોને સ્ક્રેપ કરવા રજિસ્ટ્રેશન અને સ્ક્રેપીંગની કાર્પદ્ધતિ અંગેના નિયમો જાહેર કર્યા, આ લિંક હવે આપના વાહનો માટે મહત્વપૂર્ણ બની રહેશે
- Uncategorized
- July 3, 2023
- No Comment
હવે રાજ્યમાં વાહનોને સ્ક્રેપ કરવા માટે ઓનલાઇન અરજી કરી શકાશે. કેન્દ્ર સરકાર દ્વારા વાહનો નું સ્ક્રેપીંગ ફેસિલિટીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા સરકારી કચેરીના ધક્કા ખાવામાંથી લોકોને મુક્તિ અપાવવા માટે વિવિધ સુવિધાઓની પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી રહી છે. હવે આર.ટી.ઓની વધુ એક સેવાની પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે. રાજ્યમાં વાહનોને સ્ક્રેપ કરવા માટે ઓનલાઇન અરજી કરી શકાશે. કેન્દ્ર સરકાર દ્વારા વાહાનો સ્ક્રેપીંગ ફેસિલિટીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. રજિસ્ટ્રેશન અને સ્ક્રેપીંગની કાર્યપદ્ધતિ અંગેના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. હવે માત્ર સરકાર માન્ય રજિસ્ટર્ડ સ્ક્રેપિંગ ફેસિલિટીમાં વાહનો સ્ક્રેપ કરી શકાશે.

હવે માત્ર સરકાર માન્ય રજીસ્ટર્ડ સ્ક્રેપીંગ ફેસીલીટીમાં સ્ક્રેપ કરી શકાશે
કેન્દ્ર સરકાર દ્વારા વાહાનો સ્ક્રેપીંગ ફેસીલિટીના રજિસ્ટ્રેશન અને સ્ક્રેપીંગની કાર્પદ્ધતિ અંગેના નિયમો જાહેર કરવામાં આવ્યાં છે. રાજ્યમાં આ નિયમો અંતર્ગત રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપીંગ ફેસેલિટી મારફતે સ્ક્રેપ કરી શકાશે, જે માટે હવે
https://vscrap.parivahan.gov.in/vehiclescrap/vahan/welcome.xhtml
પર અરજી કરવાની રહેશે એમ વાહન વ્યવહાર કમિશનરની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા વ્હીકલ સ્ક્રેપીંગ અંગેની પોલિસી જાહેર કરવામાં આવી હતી. જેના અસરકારક અમલીકરણ હવે રાજ્યભરમાં કરવામાં આવી રહ્યું છે.
સરકાર દ્વારા વિવિધ સેવાઓના લાભ ઝડપથી લોકો સુધી પહોંચે અને કચેરીઓમાં ફાઇલોનું ભારણ ઘટાડવા સાથે પ્રજાજનો સરકારી ઓફિસો સુધી ન જઈ પોતાના કામો સરળતા થી અને ઝડપી રીતે થાય તે માટે ડિઝિટલ ઇન્ડિયાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ માટે મોટાભાગની સેવાઓ ઓનલાઇન કરી દેવામાં આવી છે. ખાસ કરીને આર.ટી.ઓ કચેરીના મોટાભાગના કામ હવે ઓનલાઇન થઇ ગયા છે. જેમાં નંબર મેળવવાથી લઇને રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઓનલાઇન થઇ ચૂકી છે. આના થકી સરળતા લોકો પોતાના વાહનો રજિસ્ટ્રેશન તેમજ રજિસ્ટ્રેશન કરી પોતાના મનપસંદ નંબર લઈ શકે છે.