આંતરરાજ્ય એ.ટી.એમ કાર્ડ ગેંગ: નવસારી એલ.સી.બી ધ્વારા એ.ટી.એમ માંથી નાંણા ઉપાડનાર લોકોને વિશ્વાસ લઈ તેમની પાસેથી કાર્ડ લઈ અને ડુપ્લીકેટ કાર્ડ આપતી ગેંગ ટોળકી ના પાંચ ઈસમો ઝડપી પાડ્યા

આંતરરાજ્ય એ.ટી.એમ કાર્ડ ગેંગ: નવસારી એલ.સી.બી ધ્વારા એ.ટી.એમ માંથી નાંણા ઉપાડનાર લોકોને વિશ્વાસ લઈ તેમની પાસેથી કાર્ડ લઈ અને ડુપ્લીકેટ કાર્ડ આપતી ગેંગ ટોળકી ના પાંચ ઈસમો ઝડપી પાડ્યા

ગુજરાત રાજ્ય જુદા જુદા જિલ્લાઓમાં સિનિયર સિટીઝન કે અન્ય લોકોએ એટીએમ પૈસા ઉપાડવા કે ભરવાના બહાને મદદ કરવાના બહાને ઘણા લોકો પાસેથી પીન નંબર જાણ્યા બાદ નાણા ઉપાડીને આપ્યા બાદ ડુપ્લીકેટ એટીએમ આપી મદદના બહાને યેનકેન પ્રકારે લોકો ઠગાઈ કર્યા બાદ લોકોના એટીએમ માંથી નાંણા ઉપાડી લેવા બનાવો હાલ પ્રકાશ આવી રહ્યા છે. આવા બનાવો દિવસે દિવસે વધારા સાથે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઈ રહી છે.આવી ગેંગ પોલીસ પડકારરૂપ બની છે.ત્યારે નવસારી જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય મિલકત સંબંધિત ગુના ઉકેલ લાવવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય એલ.સી.બી ધ્વારા આવા ઠગાઈ કરી આંતર રાજ્ય ગેંગ નવસારી એલસીબી પીઆઇ ડી.એસ કોરાટ જુદીજુદી ટીમો બનાવી આવા ઠગાઈ કરનાર ગુનેગારને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.

એ.ટી.એમ સેન્ટરમાં (ATM) સિનિયર સિટીઝન કે લોકોને મદદ કરવાના બહાને ઓરિજિનલ કાર્ડ બદલીને ડુપ્લીકેટ કાર્ડ આપી ને રૂપિયા ઉપાડી લેતી ગેંગ નવસારી એટીએમ મદદ બહાને ઠગાઈ કરતી આંતરરાજ્ય ગેંગ પાંચ સભ્યો નવસારી એલ.સી.બી ટીમ ધ્વારા ઝડપી પાડવામાં સફળતા મળી છે.

બેન્કના એટીએમ માં પૈસા ઉપાડવા કે જમા કરવા આવતા લોકો સાથે આ આંતરરાજ્ય ગેંગ મદદ કરવા માટે અલગ અલગ પ્રકાર ના બહાના જેવાકે ફરિયાદીને કહેલ કે મારું કામ પતી ગયું છે તમારે અંદર આવવું હોય તો આવો. જેથી લોકો એ.ટી.એમમાં રૂપિયા ઉપાડવા માટે ગયા હતા.જો કે એ.ટી.એમમાંથી રૂપિયાના ઉપડી શકતા આ ગઠીયાએ ફરિયાદીને મદદ કરવાના બહાને તેમનું કાર્ડ લઈને રૂપિયા ઉપાડવા માટે પ્રોસેસ કરતી હતી. જો કે રૂપિયા પૈસા નીકળતા નથી, બીજે જાઓ તેવું કહીને તે ઓરિજિનલ કાર્ડ લઈ ડુપ્લીકેટ કાર્ડ આપી નીકળી જતા હતા.

 

જોકે થોડી વાર બાદ ફરિયાદીના મોબાઈલમાં એક પછી એક અનેક મેસેજ આવ્યા બાદ તેઓ માલુમ પડતું તેઓ છેતરાય છે. બેન્ક જઈ કે કસ્ટમર કેર ફોન કાર્ડ બંધ કરાવે તે પહેલા આ ગેંગ નાંણા ઉપાડી લેતી હતી.જોકે મહત્વની બાબત તો એ છે કે આ ગેંગની મોડસ ઓપરેન્ડી જોવા જઈએ તો તેઓ મોટાભાગે સિનિયર સિટીઝન અને મહિલા ઓને ટાર્ગેટ બનાવે છે.

 

ગતરોજ નવસારી એલસીબી કચેરી ખાતે એ.એસ.આઈ સુનિલસિંહ દેવસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુન પ્રભાકરભાઈ તેમજ અનિલ રમેશભાઈ નાઓને એક બાતમી મળી હતી કે એક આઈ 20 કાર એમ.એચ14 FX 1909 જેમાં બેસેલા ઈસમો એ ટી એમ સેન્ટરમાં (ATM) સિનિયર સિટીઝન કે લોકોને મદદ કરવાના બહાને ઓરિજિનલ કાર્ડ બદલીને ડુપ્લીકેટ કાર્ડ આપે છે.તેવી ટોળકી નવસારી તરફ આવે છે.

આઈ 20 કાર નંબર MH14 FX 1909 જેમાં બેસેલા ઈસમો નવસારી લુન્સીકુઈ પાસે આ કાર આવી એટીએમ પાસે રોકાય હતી.ત્યારે એલસીબી ટીમ ધ્વારા પાંચ જેટલા લોકોને પકડી પાડી તેઓ નું નામ અન્ય પુછપરછ કરતા (૧) શ્રવણ સતીષ ચીનઅપ્પા મીનાજગી ઉ.વર્ષ 24 રહે- ૧૭/બી, કેદારનાથનગર, MIDC સોલાપુર, મહારાષ્ટ્ર, (૨)યશ નવનાથ માને, ઉ.વ.૨૦ રહે. ઉત્તર કસ્બા, કૈકડીગલી,સોલાપુર, મહારાષ્ટ્ર (૩) લક્ષ્મણ પરમેશ્વર માળી, ઉ.વ.૨૫ રહે. ગોડગાવં , તા.અકકલકોટ, સોલાપુર,મહારાષ્ટ્ર (૪) શુભમ નાગનાથ તાકમોગે, ઉ.વ.૨૩ રહે. બેગર વસાહત,મજેરાવાડી દક્ષિણ સોલાપુર,મહારાષ્ટ્ર (૫) આદિત્ય અવિનાશ તાકમોગે ઉ.વ.૩૩રહે.મજરેવાડી,ગીરીજા મંગલ કાર્યાલય સોલાપુર, મહારાષ્ટ્ર જણાવેલ ત્યારબાદ તેઓ તપાસ કરતા તેમની પાસેથી લોકો સાથે છેતરપીંડી કરવા માટે અલગ અલગ બેન્ક ના એટીએમ કાર્ડ નંગ 25 મળી આવેલ હતા.

નવસારી એલ.સી.બી પીઆઇ ડી.એસ કોરાટ તથા ટીમ ધ્વારા આ પાંચ આરોપીઓ પુછપરછ દરમિયાન તેઓ નવસારી જિલ્લાના ચીખલી ખાતે એસબીઆઇ એક ગ્રાહક સાથે એ.ટી.એમ ખાતે મદદરૂપ થવાના બહાને છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી હતી. આ અંગે ચીખલી પોલીસ સ્ટેશન ફરિયાદ આઈ.પી.સી કલમ ૪૦૬, ૪૨૦ હેઠળ ગુનો નોંધાયો છે.આ એટીએમ કાર્ડ તેઓ ₹ ૭૫૦૦ રોકડ ઉપાડેલ તેની કબૂલાત કરેલ છે.

આ આંતરરાજ્ય એ.ટી.એમ ગેંગના માસ્ટર માઇન્ડ એવા શ્રવણ સતીષ ચીનઅપ્પા મીનાજગી ઉપર સોલાપુર ફોજઘર પાવડી પોલીસ સ્ટેશન ખાતે ૨ ફરિયાદ, સોલાપુર જેલ રોડ પોલીસ સ્ટેશન ૧ ફરિયાદ, ઉસ્માનાબાદ તુળજાપુર પોલીસ સ્ટેશન ૧ ફરિયાદ, પુણે શહેર હૃદયસર પોલીસ સ્ટેશન ૧ ફરિયાદ,પુણે શહેર સ્વારગેટ પોલીસ સ્ટેશન ૧ ફરિયાદ,પુણે ગ્રામ્ય પોલીસ સ્ટેશન ૧ ફરિયાદ એમ મળી કુલ ૭ ફરિયાદ નોંધાઈ ચુકી છે.

નવસારી એલ.સી.બી ટીમ ધ્વારા લોકોને યેનકેન પ્રકારે વિશ્વાસ લઈ એટીએમ કાર્ડ માંથી પૈસા ઉપાડી પૈસા ઉપાડી લેતી આંતરરાજય ગેંગના લોકોને અટક કરી ચીખલી પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે.આ આંતરરાજ્ય એટીએમ ગેંગ મામલે ચીખલી પોલીસ વધુ તપાસ હાથ ધરશે.આ ગેંગ અંગે તપાસ ચીખલી પોલીસ સ્ટેશન ક્યાં નવા ગુના કે આરોપીઓ પુછપરછ ખુલાસા કરે તે નવાઈ નહિં

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *