સયાજી વૈભવ લાઇબ્રેરીનો 125 વર્ષનો સમાપન સમારોહ યોજાયો
- Local News
- July 9, 2023
- No Comment
નવસારીના ટાટા હોલ ખાતે સયાજી વૈભવ લાઇબ્રેરીના 125 વર્ષની દમદાર ઉજવણીનો સમાપન સમારોહ પૂર્વ સચિવ અને કવિ વક્તા લેખક એવા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ ભાગ્યેશ જહાના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો.
મુખ્ય વક્તા ભાગ્યેશ જહાએ પ્રકાંડ પંડીત ની જેમ સંસ્કૃત ગુજરાતી હિન્દી અને અંગ્રેજીની એકધારી ઉતરે તેવી ભાષામાં સંબોધન કરતા જણાવ્યું કે પુસ્તક જ શ્રેષ્ઠ મિત્ર છે મિત્રમ કદાચ અહંકાર હોય પરંતુ પુસ્તકે અહમ થી અલગ અને એજન્ડા વિનાનો ઉત્તમ મિત્ર છે સૌંદર્ય પ્રસંગ કે આભૂષણથી માત્ર શરીર શોભે છે. પરંતુ ભાષાથી માનવી શોભે છે અને એ જ માનવીનો સાચો શણગાર છે હતાશાની દવા અને જીવનની ઉર્જા પુસ્તક આપે છે.

જિલ્લાના કલેકટર અમિત યાદવે જણાવ્યું હતું કે દેશની ભૂગોળમાં પ્રાચીન કાળમાં અરવલ્લી પર્વત હિમાલયથી ઊંચો હતો પણ કાળક્રમે ની ઊંચાઈ ઘટી ગઈ તેવી જ રીતે ચારિત્ર ની ઊંચાઈને ટકાવી રાખવી હોય અને તેને વધારવી હોય તો પુસ્તક કે પુસ્તકાલય વિના ચાલી શકે નહીં. દરેક નગરની ઓળખ તેની ઇમારતો થી હોય છે જેમ કે સાબરમતી આશ્રમ એટલે અમદાવાદ તાજમહેલ એટલે આગરા લાલ કિલ્લો એટલે દિલ્હી એવી રીતે નવસારી ની ઓળખ ક્રમશઃ સયાજી લાયબ્રેરી બની રહી છે આ માટે સયાજી લાઇબ્રેરીના કર્મ સંચાલકો અને ટીમને અભિનંદન.

એન જે ગ્રુપના જીગ્નેશ રમેશચંદ્ર દેસાઈ એ જણાવ્યું હતું કે અમારા અર્થશાસ્ત્રમાં એમ જણાવ્યું છે કે જે નાણાકીય સંસ્થા પંચાસવર્ષ ટકી જાય એમાં રોકાણ કરો જ્યારે 125 વર્ષ જૂની ઐતિહાસિક સાંસ્કૃતિક સામાજિક એ સયાજી લાઇબ્રેરીમાં ચારિત્રવર્ધન માટેના સંસ્કારો ના ઘડતર માટે તથા શિક્ષણ માટે આપણે આપણી જાતનું રોકાણ કરવું રહ્યું. આધુનિક સંશોધનો પ્રમાણે પુસ્તક વાંચવાથી તણાવ ઘટે છે બ્લડપ્રેશર મેન્ટેન થાય છે તેમ જ હતાશા દૂર થાય છે આમ પુસ્તક માત્ર ઘડતર નહીં પણ એક મેડિસિન તરીકે પણ શરીરને નીરોગી રાખવામાં મદદ કરે છે સયાજી લાઇબ્રેરી ને 125 વર્ષના ભવ્ય વારસા બદલ અભિનંદન અને 150 માં વર્ષની તૈયારી આજથી શરૂ કરીએ.

સ્થપતિ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સયાજી વૈભવ લાઇબ્રેરીના મને ગમતું પુસ્તક બાળવાર્તા માટે પ્રથમ સંબોધન કરનાર રવિન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે વાંચન પ્રવાસ અને વધુ પ્રતિભાશાળી માણસોનો સંગાથથી નવું જાણવાનું મળી શકે ઘડતર થાય પરંતુ પ્રવાસ કદાચ શક્ય ન બને પ્રતિભાશાળી માણસનો સંપર્ક ન થાય પરંતુ પુસ્તક તો સહજ સાધન છે સયાજી લાઇબ્રેરી સમગ્ર ટીમ નવસારીના ક્રાંતિવીરો છે.

સયાજી વૈભવ લાઇબ્રેરીના મહત્વના સુકાની જયપ્રકાશ મહેતાએ પોતાના પિતાની 1925 થી 1976 સુધી દરરોજ લખેલી સાહિત્ય લીપી ના 62 પુસ્તકો લાયબ્રેરીને અર્પણ કર્યા હતા.
આરંભે આવકાર પ્રવચન સયાજી લાઇબ્રેરીના પ્રમુખ પ્રશાંત પારેખે તેમજ મંત્રી માધવી શાહે ભજવી હતી લાઇબ્રેરીના 108 ગણાતા સરખાવતી અને સેવાભાવી આગેવાન બેલડી પારેખ જ્વેલર્સ પરિવાર તેમજ ઉપપ્રમુખ પરેશ રણજીતરાય રાઠોડ નું અભિવાદન થયું હતું અધ્યાપિકા કિર્તીદા વૈદ્ય અને ઉમાબેન ભટ્ટ દ્વારા પ્રાસંગિક ઘોષણા થઈ હતી.
સયાજી વૈભવ લાયબ્રેરી ના 125 વર્ષના ભવ્ય ઇતિહાસને આવરી લેતું પુસ્તક જ્ઞાનપીઠ નો વૈભવ નું વિમોચન થયું