આરોગ્યલક્ષી સેવાઓને વધુ અસરકારક બનાવવા નવસારી ખાતે ચિંતન શિબિર યોજાઈ

આરોગ્યલક્ષી સેવાઓને વધુ અસરકારક બનાવવા નવસારી ખાતે ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં આરોગ્યલક્ષી સેવાઓ ,યોજના લાભો જિલ્લાના તમામ લોકો સુધી સરળતાથી પ્રાપ્ત થાય તે આશયથી નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ અને જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાની ઉપસ્થિતિમાં “ચિંતન શિબિર “યોજાઈ હતી

જિલ્લાના આરોગ્ય અધિકારી તથા કર્મચારીઓએ આરોગ્યલક્ષી સેવાઓ, યોજનાઓ ના લાભો બહોળો પ્રમાણમાં લોકોને વધુમાં વધુ પ્રાપ્ત થઈ શકે તે વિષય પર પોતાના મંતવ્યો ચિંતન શિબિરમાં રજુ કર્યા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરશ્રીઓ દ્વારા આરોગ્યલક્ષીલક્ષી સેવાના આયોજન વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીએ સરળતાથી આરોગ્યસેવાઓ લોકોને મળે તે માટે માર્ગદર્શન અને સૂચનો રજુ કર્યા હતા .

આ ચિંતન શિબિરમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેન્દ્ર રંગુનવાલા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મયંક ચૌધરી, આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ અને મેડીકલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *