જિલ્લા સંકલન વ ફરિયાદ નિવારણ બેઠક કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને યોજાઈ

જિલ્લા સંકલન વ ફરિયાદ નિવારણ બેઠક કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને યોજાઈ

નવસારી જિલ્લા સંકલન વ ફરિયાદ નિવારણ બેઠક આજે નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.

બેઠકમાં કલેકટર અમિત પ્રકાશ યાદવે વિશેષત: પ્રવર્તમાન ચોમાસાની ઋતુ અનુસંધાને સ્વચ્છતા જાળવણી, સ્વચ્છ પાણીની પૂર્તતા/ ક્લોરિનેશન અંગે માર્ગદર્શન આપ્યુ હતું. સાથે, શાળાએ જતા બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને ખાસ સૂચના આપી હતી. ઉપરાંત, નવસારી જિલ્લામાં સામાન્ય રીતે વધુ વરસાદ પડતો હોઈ, કોઇ પણ અકસ્માતો કે ડિઝાસ્ટર સંબંધિત ઘટના અગાઉથી જ નિવારવા કે પછી તેને પહોંચી વળવા સતત સતર્ક રહેવા તાકીદ કરેલ.

નવસારી જિલ્લા સંકલન વ ફરિયાદ નિવારણ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, વાંસદા પ્રાયોજના વહિવટી અધિકારી આનંદુ સુરેશ, પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય,નાયબ વન સંરક્ષક નિશા રાજ, નિવાસી અધિક કલેકટર કેતન જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.એસ.ગઢવી તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *