
પ્રભારીમંત્રી કનુભાઇ દેસાઇએ વરસાદને લઈ અતિવૃષ્ટિની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી
- Local News
- July 23, 2023
- No Comment
નાણા મંત્રી અને નવસારી જિલ્લાના પ્રભારીમંત્રી કનુભાઇ દેસાઇએ નવસારી જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિ-ભારે વરસાદની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા બેઠક સરકીટ હાઉસ નવસારી ખાતે યોજી હતી.
પ્રભારી મંત્રી કનુભાઇ દેસાઇએ બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રસ્તા, વીજળી, પાણી પૂરવઠો, આરોગ્ય તેમજ ખેતીની જમીનની સ્થિતીની સંપૂર્ણ વિગતો મેળવી હતી.
તેમણે એમ પણ જણાવ્યું કે જ્યાં વ્યાપક વરસાદ થયો છે ત્યાં ખેડૂતોને પીવાના પાણીની કોઇ સમસ્યા ન રહે એ દિશામાં પણ સરકાર સક્રિય છે.
પ્રભારી મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, જિલ્લામાં માર્ગ અને મકાન રાજય હસ્તકના અને માર્ગ અને મકાન પંચાયત હસ્તકના હાઇવે અને ગ્રામીણ માર્ગો મળી ૧૩૧ જેટલા રસ્તાઓને જે વરસાદી અસર પડી છે તેનું મરામત કાર્ય પણ માર્ગ-મકાન વિભાગે ત્વરાએ હાથ ધરી મોટાભાગના રસ્તાઓ પુનઃ કાર્યરત થઇ ગયા છે.
આ બેઠકમાં નવસારી ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇ, જલાલપોર ધારાસભ્ય આર.સી.પટેલ, ગણદેવી ધારાસભ્ય નરેશભાઇ પટેલ, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય, પ્રાયોજના વહિવટદાર આનન્દુ સુરેશ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઇ શાહ, નવસારી નગરપાલિકા પ્રમુખ જીગીશભાઇ શાહ, નિવાસી અધિક કલેકટર કેતન જોશી, પ્રાંત અધિકારી આર.આર.બોરડ, પ્રદેશ મંત્રી શીતલબેન સોની સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.