
સર સી જે એન ઝેડ મદ્રેસા સ્કુલમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ ની ત્રીજી વર્ષગાંઠના કાર્યક્રમનું જીવંત પ્રસારણ શિક્ષકો તથા વિધાર્થીઓએ નિહાળ્યું
- Local News
- July 29, 2023
- No Comment
નવસારી જિલ્લામાં આવેલ ૧૬૬ વર્ષ જુની પારસી કોમ્યુનિટી દ્વારા સંચાલિત સર સી જે એન ઝેડ મદ્રેસા સ્કુલ નવસારીમાં ભારત સરકાર શિક્ષા મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે તા ૨૯/૭/૨૦૨૩ થી ૩૦/૭/૨૦૨૩ દરમ્યાન નવી દિલ્હી ખાતેથી યોજનાર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
જેમા શાળાના સંપૂર્ણ શિક્ષક સ્ટાફ તથા ધોરણ ૯ થી ૧૨ ના તમામ વિધાર્થીઓએ સાથે મળી કાંગા હોલમાં નિહાળ્યો. સવારે ૧૦.૩૦ કલાકે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હી ખાતે વિવિધ રજુ થયેલ પ્રોજેકટ નિહાળી વિધાર્થીઓને સંબોધન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી વિધાર્થીઓ નવી શિક્ષણ નીતિ – ૨૦૨૦ થી માહિતગાર થયા હતા. કાર્યક્રમનું શાળા કક્ષાએ શિક્ષક મિત્રોએ સમુહ માં આયોજન કરી સફળતા પૂર્વક કામગીરી પૂર્ણ કરી હતી.