૧૦ ઓગસ્ટ એટલે “વિશ્વ સિંહ દિવસ”

૧૦ ઓગસ્ટ એટલે “વિશ્વ સિંહ દિવસ”

આજે ૧૦ ઓગસ્ટ એટલે કે ‘વિશ્વ સિંહ દિવસ’. ગુજરાતનું ગૌરવ અને જંગલના રાજા એવા સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે સંકલ્પબદ્ધ બનવાનો દિવસ. સિંહ જૈવિક, સાંસ્કૃતિક પ્રાકૃતિક, ધાર્મિક અને આર્થિક રીતે અલગ અલગ મહત્વ ધરાવતુ પ્રાણી અને ગુજરાત એટલે “સિંહનું સરનામું”. ગુજરાતના ગીરના જંગલોમાં અત્યારે અંદાજીત ૭૦૦ થી વધુ સિંહો વિહરી રહ્યા છે. જે ગુજરાતના પ્રવાસન ઉદ્યોગના પ્રાણવાયુ સમાન છે. તો આવો આપણે સૌ વિશ્વ સિંહ દિવસ પર ગુજરાતના સાવજને બચાવવાનો સંકલ્પ લઇએ, તેનું રક્ષણ કરી ગુજરાતનું ગૌરવ અને અસ્મિતામાં વધારો કરી.

૧૦ ઓગષ્ટ એટલે “વિશ્વ સિંહ દિવસ”. આ દિવસની વન વિભાગ દ્રારા દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. સૌથી ખુબસુરત પ્રાણીનો આ ઉત્સવ “બીગ કેટ રેસ્ક્યુ” દ્વારા સ્થાપવામાં આવ્યો છે. લુપ્ત થઇ રહેલી સિંહોની પ્રજાતિ માટે જાગૃતિ ફેલાવવા ના ઉદ્દેશથી વિશ્વભરમા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવે છે. સિંહો પેન્થેરા જીન્સની મોટી બિલાડીઓ પૈકી એક છે અને ફેલિડે પરિવારના સભ્ય છે. સિંહો પેન્થેરા જીન્સની મોટી બિલાડીઓ પૈકી એક છે અને ફેલિડે પરિવારના સભ્ય છે. સિંહ વાઘ પછી બીજી સૌથી મોટી જીવંત બિલાડી છે. વાઇલ્ડ લાયન્સ હાલમાં ભારત અને આફ્રિકામાં અસ્તિત્વ ધરાવે છે.

ગુજરાતના ગીર પ્રદેશમાં આવેલ જંગલ એટલે “સિંહનું સરનામું”. અહીં રહેતા સિંહને “એશિયાઇ સિંહ” તરીકે ઓળખવામાં આવે છે. એશિયાઇ સિંહ ગુજરાતનું જ નહીં પણ ભારત દેશનું ગૌરવ છે. ગુજરાતના એક માત્ર ગીરના જંગલોમાં વસવાટ કરતા એશિયાઇ સિંહ કુદરતની અમૂલ્ય ભેટ છે. આ સિંહને નિહાળવા વિશ્વભરમાંથી અનેક લોકો સાસણગીરની મુલાકાતે આવે છે. ગીરમાં સિંહને સાવજના નામે ઓળખવામાં આવે છે.રાજ્યની સરકાર દ્વારા પ્રથમ વખતે સપ્ટેમ્બર ૧૯૬૫ માં ૧૨૬૫.૧ ચોરસ કિલોમીટર વિસ્તારને સાસણ અભયારણ્ય તરીકે જાહેર કર્યો હતો. ત્યારબાદ ૧૪૧૨.૧ ચોરસ કિલોમીટર જેટલો વ્યાપ વધારવામાં આવ્યો હતો

આપણે જંગલના રાજા સિંહ વિશે થોડું વધુ જાણીએ 

 

સિંહ હંમેશા૧૦ થી ૧૫ના ટોળામાં જોવા મળે છે.નર સિંહનું વજન ૧૫૦ થી ૨૫૦ કિલો અને માદા સિંહનું વજન ૧૨૦ થી ૧૮૦ કિલો હોય છે.સિંહની કુલ લંબાઈ ૨.૮૨ થી ૨.૮૭ મીટર હોય છે. સિંહના ખભાની ઉંચાઈ ૧૦૭ સેન્ટીમીટરથી લઇને ૧૨૦ સેન્ટીમીટર હોય છે. એક નર સિંહની ગર્જના ૮ કિ.મી. સુધી સંભળાય છે.સિંહ ૧૨ થી ૧૩ વર્ષ જીવી શકે છે.સિંહ ૮૧ kmph ની ઝડપે દોડી શકે છે. સિંહોની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે વન વિભાગ દ્રારા કરવામા આવે છે.

એક સમયે સિંહો ગીરમાં જ જોવા મળતાં હતા. આજે સૌરાષ્ટ્રના ગામડાઓમાં સિંહો આંટાફેરા કરતાં જોવા મળે છે.૧૯૧૩માં લુપ્ત થયેલી આ પ્રજાતીના 20થી પણ ઓછા સિંહો નોંધાયા હતા. જે આજે અંદાજીત ૭૦૦ની સંખ્યા પાર કરી ચુક્યા છે. તો આવો આપણે સૌ વિશ્વ સિંહ દિવસ પર ગુજરાતના સાવજને બચાવવાનો સંકલ્પ લઇ તેનું રક્ષણ કરી ગુજરાતનું ગૌરવ અને અસ્મિતામાં વધારો કરીએ.

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *