“મારી માટી, મારો દેશ”મહુવાસ ખાતે વીરોને સમર્પિત શિલાફલકમનું લોકાર્પણ કરતાં: વન અને પર્યાવરણ રાજય મંત્રી મુકેશભાઇ પટેલ 

“મારી માટી, મારો દેશ”મહુવાસ ખાતે વીરોને સમર્પિત શિલાફલકમનું લોકાર્પણ કરતાં: વન અને પર્યાવરણ રાજય મંત્રી મુકેશભાઇ પટેલ 

“આઝાદી કા અમૃત મહોત્સવ”ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા આજથી શરૂ કરી આગામી ૩૧ ઓગષ્ટ સુધી સમગ્ર દેશમાં “મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરી વીરોને સમર્પિત જુદા જુદા કાર્યક્રમો યોજાશે ત્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મહુવાસથી વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં દેશના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે જુદા જુદા કાર્યક્રમો યોજાયા હતા.

જેમાં વીર શહીદોને નમન સાથે અંજલિ અર્પણ કરીને ‘‘શિલાફલકમ’’નું મંત્રી ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ‘‘શિલાફલકમ’’ના લોકાર્પણ બાદ ‘‘વસુધા વંદન’’ કાર્યક્રમ હેઠળ અમૃત વાટિકામાં ૭૫ જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ‘‘પંચપ્રાણ પ્રતિજ્ઞા’’ લેવામાં આવી હતી. મહાનુભાવો અને ગ્રામજનોએ હાથમાં માટી સાથે સેલ્ફી લઈ દેશના વીર સપૂતોને યાદ કર્યા હતા.

 

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, મદદનીશ કલેકટર ઓમકાર શિંદે, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, પ્રાયોજના વહિવટદાર આન્નદુ સુરેશ ગોવિંદ, આદિજાતિ મોરચાના પ્રદેશ ઉપ પ્રમુખ મહેશભાઈ ગામીત, આદિજાતિ મોરચા પ્રદેશ મહામંત્રી પિયુષ ભાઈ પટેલ, અગ્રણીઓ શિવેન્દ્ર સિંહ સોલંકી,, નાયબ વનસંરક્ષક ભાવના દેસાઈ સહિતના અધિકારીઓ/ પદાધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *