‘તા.૯મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ’આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસની દિશામાં ગુજરાતે સમગ્ર દેશમાં નેતૃત્વ લીધું છે

‘તા.૯મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ’આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસની દિશામાં ગુજરાતે સમગ્ર દેશમાં નેતૃત્વ લીધું છે

રાજયના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા તા.૯મી ઓગસ્ટ- ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ભવ્ય ઉજવણી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મોટી ભમતી ખાતે વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ ભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે આદિજાતિ લાભાર્થીઓને ડેરી યોજના, માનવગરિમા યોજના, કુંવરબાઈનું મામેરૂ યોજના, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સહિતની વિવિધ યોજનાઓના સાધન સહાયના ચેકોનું વિતરણ કરાયું હતું તેમજ તેજસ્વી વિદ્યાર્થી ભાઇ બહેનો અને રમતવીરોનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે યુનો દ્વારા ઘોષિત ‘વિશ્વ આદિવાસી દિવસ’ની સૌને શુભકામનાઓ આપતા જણાવ્યું હતું કે, આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય, તેમની ભાતીગળ સંસ્કૃતિ અને પરંપરાગત વિરાસતની પ્રતીતિ નવી પેઢીને થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

રાજયના આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસની દિશામાં ગુજરાતે સમગ્ર દેશમાં નેતૃત્વ લીધું છે. આદિજાતિ સમાજના આર્થિક વિકાસ, આરોગ્ય, આવાસ, પીવાનું પાણી, રસ્તા અને વીજળી જેવી આંતરમાળખાકીય સુવિધાઓ અને સેવાઓ સુદ્રઢ આયોજન વડે પહોંચાડવામાં આવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આદિવાસી સમાજનો દિવ્ય અને ભવ્ય ઈતિહાસ રહેલો છે. આઝાદીની લડતમાં અનેક આદિવાસીઓએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે. આ તકે તેમણે આદિવાસી સપૂત બિરસા મુંડા, માનગઢના મહાનાયક ગુરૂ ગોવિંદ એવા અનેક નવલોહિયા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને યાદ કર્યા હતા.

મંત્રીએ સમગ્ર વિશ્વમાં પથરાયેલા અને જળ, જંગલ અને જમીન સાથે જોડાયેલા આદિવાસી સમાજ વિશે જણાવ્યું કે, ૯૦ દેશોમાં ૪૦ કરોડ જેટલો બહોળો આ સમાજ છે. ભારતમાં ૧૧ કરોડ અને ગુજરાતમાં એક કરોડની વસ્તી ધરાવે છે. સમગ્ર વિશ્વને મર્યાદિત સાધનો વડે કેવી રીતે જીવન જીવી શકાય તે આ સમાજે શીખવ્યું છે.

આ પ્રસંગે આદિજાતિ મોરચાના પ્રદેશ ઉપ પ્રમુખ મહેશભાઈ ગામીતે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરતો સમાજ છે. બદલાયેલા સમય સાથે પોતાની ઓળખ અને સંસ્કૃતિનું જતન કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો. આદિવાસી સમાજની ભવિષ્યની પેઢી શિક્ષણ અને સંસ્કારો સાથે વિશ્વમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે એવી શુભકામના તેમણે પાઠવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તાપી વ્યારા જિલ્લાના વિશ્વ આદિવાસી દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત નિદર્શન ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.

પ્રારંભે પ્રસંગે પ્રાયોજના વહીવટદાર આનંદુ સુરેશ ગોવિંદે સ્વાગત પ્રવચન કરી મહાનુભાવોને આવકાર્યા હતા તથા પ્રાંત અધિકારી ડી.આઇ.પટેલે અભારદર્શન કર્યા હતા.

કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, મદદનીશ કલેકટર ઓમકાર શિંદે, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, તાલુકા પંચાયત પ્રમુખ શાંતુ ભાઈ ગાંવિત, આદિજાતિ મોરચા પ્રદેશ મહામંત્રી પિયુષ ભાઈ પટેલ, અગ્રણીઓ અશ્વિન ભાઈ પટેલ, ગણપતભાઈ મહાલા, શિવેન્દ્ર સિંહ સોલંકી, જિલ્લા /તાલુકા પંચાયતના સભ્યો, વનવિભાગ અધિકારીઓ તથા કર્મચારીઓ, આદિવાસી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *