
“મારી માટી, મારો દેશ” – માટીને નમન, વીરોને વંદન :નવસારી જિલ્લામાં આજે પ્રથમ દિવસે 97 ગામડાઓમાં મારી માટી, મારો દેશ” અભિયાનનો પ્રારંભ
- Local News
- August 9, 2023
- No Comment
માતૃભૂમિને નમન અને દેશનાં સપૂતોને શ્રધ્ધાંજલિ આપવા માટે તા. ૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન દેશભરમાં યોજાનાર “મારી માટી, મારો દેશ” અભિયાનનો પ્રારંભ આજે નવસારી જિલ્લા ના 97 ગામડાઓમાં કરવામાં આવ્યો હતો . જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં સામેલ થઈ આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહૂતિને યાદગાર બનાવવી રહયા છે.
આ અભિયાન અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ શિલાફલકમનું સમર્પણ, પંચ પ્રણ પ્રતિજ્ઞા સાથે સેલ્ફી, વસુધા વંદન, વીરોને વંદન તથા ધ્વજ વંદન સાથે રાષ્ટ્રગાન જેવા પંચવિધ કાર્યક્રમ થયા હતા અને આવનાર સમયમાં યોજાશે.
આ કાર્યકરામ અંતર્ગત નવસારી જિલ્લાના ગ્રામ પંચાયતોમાંથી કળશમાં માટી એકઠી કરીને તેને રાજધાની દિલ્હીના નવીન ‘કર્તવ્ય પથ’ ઉપર લાવવામાં આવશે. આ માટીથી આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક તેમજ અમૃતવાટિકા બનાવીને વિરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો સંકલ્પ ગ્રામજનો દ્વારા કરવામાં આવશે.
નવસારી જિલ્લાના તમામ ગામમાં ૭૫ જેટલા રોપાઓ વાવવા તેમજ તેની જાળવણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વન વિભાગ સાથે સંકલન કરાયું છે.