મમતા મંદિર વિજલપોર નવસારી ખાતે દિવ્યાંગ બાળકોએ ૭૭માં સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
- Local News
- August 17, 2023
- No Comment
માનવ કલ્યાણ ટ્રસ્ટ વિજલપોર નવસારી સંચાલિત દિવ્યાંગ બાળકો માટેની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આઝાદીના અમૃત મહોત્સવ પર્વે 15મી ઓગષ્ટ ૭૭માં સ્વાતંત્ર્ય દિન નિમિતે મહેશભાઇ બી.પટેલ (સમાજસેવી)ના વરદહસ્તે રાષ્ટ્રધ્વજ વંદના કાર્યકમ યોજવામાં આવ્યો.
મમતા મંદિરના ૬૦૦ જેટલા મૂક-બધિર તેમજ મનોદિવ્યાંગ બાળકો તેમજ શાળાના ભુતપૂર્વ મૂક-બધિર વિધાર્થીઓએ “Sing Language” માં ખૂબ ઉત્સાહ-ઉમંગથી રાષ્ટ્રગીત ગાઈ શહીદોના જયજયકાર કર્યા. ધ્વજ વંદના બાદ શાળાના મૂક-બધિર બાળકોએ રાષ્ટ્રભાવના વ્યક્ત કરતી સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી. મુખ્ય મહેમાન મહેશભાઇએ શૌર્ય, બલિદાન અને રાષ્ટ્રપ્રેમની ગાથાના રાષ્ટ્રભક્તિ ના ગીતો ગાઈ પરિસરને રાષ્ટ્રભાવનાથી ગુંજતું કર્યું હતું.
યુ.કે ઇંગ્લેંડથી ખાસ પધારેલ અને આજ સંસ્થાના મૂક-બધિર ભૂતપૂર્વ વિધાર્થી અબ્દુલજીએ મુકબધિર દિવ્યાંગ બાળકોને રમત-ગમત કીટ તથા નોટબુકો ભેટ આપી હતી.આજના પર્વ નિમિતે મુક-બધિર ભૂતપૂર્વ વિધાર્થીઓનું એક સ્નેહ મિલન પણ શાળા
ખાતે થયું હતું.