
ફરી એકવાર આગાહી / આવ રે વરસાદ…ધેબરીયો વરસાદ… આગામી 5 દિવસ ગુજરાતને ધમરોળવા આવી રહ્યાં છે મેઘરાજા, આજે હવમાન વિભાગ ધ્વારા એકસાથે 23 તાલુકાઓને ભીંજવશે
- Local News
- September 6, 2023
- No Comment
ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આજે રાજ્યના 23 તાલુકાઓમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે, આવનાર ત્રણ દિવસ સુધી દેશના ઘણા ભાગોમાં વરસાદ થશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાના કારણે 6થી 9 સપ્ટેમ્બરની વચ્ચે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દક્ષિણ ભારત અને પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદને લઇ આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને આજે હવામાન વિભાગે 23 તાલુકામાં વરસાદની આગાહી કરી છે. જેમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે. જેને લઈ હવે ખેડૂતોના ચહેરા પર અનોખી ચમક જોવા મળશે. છેલ્લા કેટલા દિવસો સુધી વરસાદે આરામ લીધા બાદ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાનું આગમન થશે.
ગુજરાત રાજ્યમાં આજે 23 તાલુકામાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે અરવલ્લી, અમદાવાદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્રારકા, ગીરસોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરાઇ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર જેવા જિલ્લાઓમાં હળવો વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.