તા.૨૯ સપ્ટેમ્બર ના રોજ નવસારી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
- Local News
- September 11, 2023
- No Comment
નવસારી જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૯ સપ્ટેમ્બર-૨૦૨૩ ના રોજ જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, કોન્ફરન્સ હોલ, પહેલો માળ, કાલિયાવાડી, નવસારી ખાતે બપોરના ૧૧-૦૦ કલાકે યોજાશે.
સપ્ટેમ્બર-૨૦૨૩ ના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મહેસૂલી તંત્ર, પોલીસ વિભાગ, ગુજરાત વિદ્યુત બોર્ડ, એસ.ટી., પાણી પુરવઠા બોર્ડને લગતા પ્રશ્નો સબંધિત ખાતાના અધિકારી અને કલેકટર સાંભળશે. જયારે આ સિવાય અન્ય ખાતાના પ્રશ્નો હોય તો જે તે ખાતાના સબંધિત અધિકારી ઓને અરજદારોએ મોકલી આપવાની રહેશે. જિલ્લા સ્વાગતમાં અરજી કરતાં પહેલા કોઇપણ અરજદારે ગ્રામકક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તાલુકાકક્ષાનો હોય તો તાલુકાના જવાબદાર અધિકારી ને પ્રથમ લેખિતમાં અરજી કરેલી હોવી જોઇએ અને તેનુ નિરાકરણ થયેલું નહિ હોઇ.
અગાઉના સબંધિત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુત્તરની ઝેરોક્ષ નકલ સાથે રાખવી. અરજદારે પ્રશ્નો અંગેની લેખિત અને ટાઇપ કરેલ અરજી (સંબંધિત વિભાગને કરેલી અરજીની નકલ સાથે) કલેકટર કચેરી, નવસારી ખાતે રજૂ કરવાની રહેશે. અરજી પર ‘ જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ એ મુજબ દર્શાવવાનું રહેશે. અરજદારે અલગ-અલગ વિષય દર્શાવતો પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાના રહેશે. સરકારી કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નો રજૂ કરી શકાશે નહિ. નિતિ વિષયક, કોર્ટ મેટરના પ્રશ્નો સ્વીકારવામાં આવશે નહિ તેમ નિવાસી અધિક કલેકટર નવસારી દ્વારા જણાવાયું છે.