શ્રી સમસ્ત નવસારી જૈન સંઘ,નવસારી ધ્વારા પર્યુષણમાં કતલખાના બંધ કરવા અપીલ

શ્રી સમસ્ત નવસારી જૈન સંઘ,નવસારી ધ્વારા પર્યુષણમાં કતલખાના બંધ કરવા અપીલ

આવતીકાલ 12 મી સપ્ટેમ્બરથી શરૂ થતાં 9 દિવસના પર્યુષણ પર્વમાં કતલખાના થતાં મીટ શોપ બંધ કરવા સમસ્ત જૈન સંઘ દ્વારા નવસારી કલેકટરને આવેદનપત્ર અપાયું

જૈન સમાજનો મહાપર્વ પર્યુષણ આવતીકાલ 12મી સપ્ટેમ્બરથી 19મી સપ્ટેમ્બર સુધી યોજાશે. જે દરમિયાન શહેર અને જિલ્લામાં મરઘી તેમજ બકરા કતલખાના, મરઘી વેચાણની દુકાનો ઈંડા શોપ તેમજ તમામ નોનવેજની દુકાનો બંધ કરવા માટે અપીલ કરતું આવેદન જિલ્લા કલેકટરને આજે આપવામાં આવ્યું છે.

જૈનોના પર્યુષણ પર્વમાં હિંસા રોકવા માટે જૈન સમાજ દર વર્ષે જિલ્લા કલેકટરને આવેદન આપે છે  દર વર્ષ ની જેમ આ વર્ષે પણ જૈન સમાજ દ્વારા પવિત્ર 9 દિવસો દરમ્યાન કતલખાના તેમજ માસ મચ્છીનું વેચાણ થતું હોય તેવી દુકાનો તેમજ હોટલો બંધ રાખવા માટે આવેદન આપ્યું હતું.  આવેદનમાં સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ નું પણ ઉદાહરણ આપવામાં આવ્યું છે જેમાં ધાર્મિક તહેવારો દરમિયાન પ્રાણીની કતલ થઈ શકતી નથી

આ મામલે હવે જિલ્લા કલેકટર શું નિર્ણય લે છે અને જાહેરનામું પ્રસિદ્ધ કરે છે કે કેમ તેની અંગે જૈન સમાજ કલેકટર ના નિર્ણયની રાહ જોશે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *