નવસારી જિલ્લામાં આગામી અઢી વર્ષ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ
- Local News
- September 13, 2023
- No Comment
નવસારી જિલ્લા પંચાયત તેમજ 6 તાલુકા પંચાયતો માટે ફોર્મ ભરાયા, આવતીકાલે અઢી વર્ષની મુદત માટે પદની ચૂંટણી બાદ નામોની જાહેરાત કરાશે.
નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજય અઢી વર્ષ મુદત પૂર્ણ થતા નવસારી જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની આગામી અઢી વર્ષની મુદત માટે પદની નિમણૂકને લઈને થોડા દિવસ અગાઉ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે સ્થાનિક કક્ષાએ પણ કાર્યકરોનું સૂચન અને અભિપ્રાય મહત્વનો બની રહ્યો છે જેને લઈને લોકસભાથી લઈને વિધાનસભા અને નગરપાલિકા અને જિલ્લા,તાલુકા પંચાયતમાં પદાધિકારીઓને નિમણૂકને લઈને પણ કાર્યકરો અને દાવેદારોની વાતને મહત્વમાં આપવામાં આવી રહ્યું છે.
નવસારી જિલ્લાની નવસારી વિજલપોર નગરપાલિકા,તાલુકા અને જિલ્લા પંચાયતની અઢી વર્ષની મુદત પૂર્ણ થઈ છે જે માટે આવતીકાલે ચૂંટણી બાદ અઢી વર્ષ સમયમાં સત્તા ઉપર નામો જાહેરાત બાદ બિરાજનાર થશે તે માટે તમામ સભ્યોએ તથા તેમના ટેકેદારોનું થોડા દિવસ અગાઉ સૂચન લેવાની શરૂઆત નવસારી કમલમ ખાતે કરવામાં આવી છે.
જેમાં પ્રદેશ કક્ષાએથી મહેન્દ્રભાઈ પટેલ નિરીક્ષક તરીકે હાજર રહ્યા હતા.પદ માટે યોગ્ય ઉમેદવારની નિમણૂક થાય તે માટે ભાજપ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. જિલ્લાની છ તાલુકા પંચાયત એક જિલ્લા પંચાયત માટે આગામી અઢી વર્ષની મુદત માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે
રાજ્યભરમાં હાલમાં નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા, તાલુકા પંચાયતમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થયા બાદ નવી બોડીની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.જેમાં નવસારી જિલ્લામાં પણ નવસારીવિજલપોર નગરપાલિકા, ગણદેવી નગરપાલિકા અને એક જિલ્લા પંચાયત સહિત 6 તાલુકા પંચાયતમાં અઢી વર્ષના પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી યોજાવા જઈ રહી છે.ભાજપ પક્ષ દ્વારા આજે જિલ્લા તેમજ તાલુકા પંચાયત માટે પ્રમુખ, ઉપપ્રમુખના ફોર્મ ભરવામાં આવ્યાં હતા. તમામ પદ ઉપર વિધિવત રીતે જિલ્લા વિકાસ અધિકારીને ફોર્મ જમા કર્યા હતા.
આવતીકાલે 14 મી સપ્ટેમ્બર ના રોજ નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ મહિલા માટે તેમજ ઉપપ્રમુખ ઉમેદવારો જરૂરી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે, સાથે જ એક જિલ્લા તેમજ 6 તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે આંતરિક ચૂંટણી યોજાશે. આજે ફોર્મ ભરાતા નામોની અટકળ પર બ્રેક લાગી જવા પામી હતી.
નવસારી જિલ્લામાં નવસારી વિજલપુર નગરપાલિકાના મહિલા સીટ માટે પણ સુરત મહાનગરપાલિકા ની જેમ કારોબારી સભ્યોની જાહેરાત ચોંકાવનારી થઈ હતી. તેવા જ પ્રકારનું સસ્પેન્સ ક્રિએટ થયું છે. જેમાં દર ક્ષણે નવા નામની અટકળો વચ્ચે સ્કાયલેપ થઈ નવા નામ જાહેરાત થઈ રહે તો નવાઈ નહિં. સુરત મહાનગરપાલિકા માં જેઓ નામ રેસમાં હતા.તેઓ નામ જાહેરાત ન થતા તેઓ એ હતાશ થઈ ત્યાંથી પરત ફરવાનો વારો આવ્યો હતો.

સ્થાનિક સ્વરાજય અઢી વર્ષ માટે ફોર્મ ભરનાર ઉમેદવાર
નવસારી જિલ્લા પંચાયત :
પ્રમુખ: પરેશભાઈ બળવંતરાય દેસાઈ
ઉપપ્રમુખ: અંબાબેન નાનુભાઈ માહલા
નવસારી તાલુકા પંચાયત :
પ્રમુખ: પ્રતિભાબેન ભીખુભાઇ આહીર
ઉપ પ્રમુખ: નાનુભાઈ ભીખાભાઈ રાઠોડ
જલાલપોર તાલુકા પંચાયત :
પ્રમુખ: નિલમબેન જનકભાઈ પટેલ
ઉપ પ્રમુખ: પ્રમોદભાઈ ધનજીભાઈ પટેલ
ગણદેવી તાલુકા પંચાયત :
પ્રમુખ: પ્રશાંતકુમાર ચંદ્રવદન શાહ
ઉપ પ્રમુખઃ નીતાબેન અજયભાઈ દેસાઈ
ચીખલી તાલુકા પંચાયત :
પ્રમુખ: રાકેશભાઈ મગનભાઈ પટેલ
ઉપ પ્રમુખ : રમેશભાઈ લક્ષ્મણભાઈ પટેલ
ખેરગામ તાલુકા પંચાયત :
પ્રમુખ: રાજેષભાઈ રવાભાઈ પટેલ
ઉપપ્રમુખ: લીનાબેન સુભાષભાઈ અમદાવાદી