
નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ તરીકે ગૌરવ વંતા મહિલા કાર્યકર મીનલબેન દેસાઈ ની વરણી ઉપપ્રમુખ તરીકે વિજલપોરના સુનિલ પાટીલ ની વરણી
- Local News
- September 14, 2023
- No Comment
સમિતિઓની રાણી ગણાતી સ્થાયી સમિતિના અધ્યક્ષ પદે સૌરાષ્ટ્ર સમાજના યુવા આગેવાન પિયુષ ગજેરા ની વરણી
અનાવિલ સમાજની સેવાભાવી અને 108 ગણાતી મહિલા કાર્યકર શ્રીમતી મીનલ ઉર્ફે મુન્ની અલ્પેશ દેસાઈની નવસારી નગરપાલિકાના પ્રમુખ પદે વરણી થતા સમગ્ર નવસારી શહેર અને ચોપાસના વિસ્તારમાં આનંદ અને ગૌરવ ની લાગણી સાથે તેમના પર અભિનંદન નો વરસાદ વરસી રહ્યો છે મિનલબેન દેસાઈ દ્વારા પારદર્શક જન સેવા સાથે કોરોના નો સમય હોય કે કોઈ જરૂરત મંદને રાશન પાણી અનાજ કે કોઈપણ પ્રકારની મદદ માટે રાત દિવસ તનતોડ મહેનત કરી આ અનાવિલ મહિલા એવા મીનલબેને સૌનો વિશ્વાસ અને પ્રેમ પ્રાપ્ત કર્યા છે વહીવટ કુશળ અને સંવેદનશીલ મહિલા કાર્યકર તરીકે તેઓ જાણીતા છે.
નવસારી પાલિકાના ઉપપ્રમુખ તરીકે આગામી અઢી વર્ષના સમય માટે વિજલપોરના મહારાષ્ટ્રીયન સમાજના સેવાભાવી કાર્યકર અને વીતેલા અઢી વર્ષમાં ફાયર બ્રિગેડ ચેરમેન તરીકે સુંદર સેવા આપનાર સુનિલ રઘુનાથ પાટીલની વરણી થઈ છે એક સૌમ્ય સ્વભાવના સરળ કાર્યકર તરીકે તેઓ જાણીતા છે.
સૌરાષ્ટ્ર સમાજના યુવા આગેવાન પિયુષ ગજેરા ની વરણી વર્તારા પ્રમાણે એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન તરીકે થઈ છે વીતેલા અઢી વર્ષમાં તેમની કામગીરી નિર્વિવાદ રહી છે.
બીજા સૌરાષ્ટ્ર સમાજના કાર્યકર હિતેશ ગેવરીયા ની શાસક પક્ષના નેતા તરીકે વર્ણી થઈ છે જ્યારે વિજલપોરના મહિલા આગેવાન અને વર્ષોથી સેવા કાર્યકર્તા લીલાબેન ઠાકુર નગરપાલિકાના દંડક તરીકે વરણી પામ્યા છે.
આમ ભારતીય જનતા પક્ષના સ્થાનિક અને પ્રદેશ કક્ષાના આગેવાનોએ સંપૂર્ણ સમતોલ પસંદગી કરી હોવાની નગરજનોમાં ચોરે ને ચૌટે ચર્ચા છે
શાસક પક્ષના નેતા તરીકે હિતેશ ગેવરીયા અને દંડક તરીકે વિજલપોરના લીલાબેન ઠાકુર ની વરણી