ગુજરાત રાજ્યમાં આગામી 3 દિવસ ભારે : દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ

ગુજરાત રાજ્યમાં આગામી 3 દિવસ ભારે : દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ

રાજયમાં ફરી એકવાર હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે રાજ્યમાં સારા વરસાદની શક્યતાઓ છે. ગુજરાત પર લો પ્રેશની સિસ્ટમ બની હોવાથી ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે.બે દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે વરસાદને ફરી એકવાર વરસાદને લઈ આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી  દિવસો રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બે દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નર્મદા, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતની જેમ અમદાવાદ, વડોદરા, આણંદ, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 3 દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

17 સપ્ટેમ્બરે નર્મદા, તાપી, દમણમાં ભારેથી અતિભારેની આગાહી કરવામાં આવી છે. જ્યારે 18 સપ્ટેમ્બરે પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે. તો 19 સપ્ટેમ્બરે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ તરફ 17 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસદની આગાહી કરવામાં આવી છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *