
નહેરુ યુવા કેન્દ્ર દ્વારા દાંડી ખાતે વિશેષ કાર્યક્રમો યોજાયો
- Local News
- September 18, 2023
- No Comment
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ ચાલતા નહેરુ યુવા કેન્દ્ર નવસારી દ્વારા વિકાસ દિવસ ૧૭ સપ્ટેમ્બર- માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિતે જલાલપોર તાલુકાના દાંડી ગામે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું, વડાપ્રધાન એ આપેલા પંચ પ્રાણો પર શપથ પણ લેવામાં આવ્યા હતાં. આ ઉપરાંત મેરી માટી, મેરા દેશ ફેઝ-૨.૦ જે અંતર્ગત જલાલપોર તાલુકામાં ઘરે-ઘરેથી માટી એકત્રિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો દ્વારા આ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. નવસારી જિલ્લા યુવા અધિકારી વર્ષા રોઘા ના માર્ગદર્શન હેઠળ જલાલપોર તાલુકાના રાષ્ટ્રીય યુવા સ્વયંસેવકો નિમેષ ગડ્ડમ અને જીનલ કાનાણી દ્વારા આયોજન કરવામાં આવ્યા હતાં.