નવસારીના ગણેશસિસોદ્રા ખાતે આવેલું ઐતિહાસિક ગણેશવડ મંદિર:સદીઓ જૂના વડના થડમાં શ્રી ગણેશજી પ્રતિકૃતિ રૂપે છે

નવસારીના ગણેશસિસોદ્રા ખાતે આવેલું ઐતિહાસિક ગણેશવડ મંદિર:સદીઓ જૂના વડના થડમાં શ્રી ગણેશજી પ્રતિકૃતિ રૂપે છે

  • Travel
  • September 20, 2023
  • No Comment

જયારે ગણપતિ બાપા મોરીયાના જય જયકાર વચ્ચે ગણેશ ઉત્સવની ઉમંગભેર ઉત્સાહથી ઉજવણી સમગ્ર ભારત દેશમાં થઇ રહી છે ત્યારે નવસારી જિલ્લાના ગણેશ સિસોદ્રા ગામે આવેલું ઐતિહાસિક ગણેશવડ મંદિર પણ ભાવિ ભકતો માટે ખૂબ જ મહાત્મ્ય અને શ્રધ્ધાનું કેન્દ્ર ગણાંય છે.

આ મંદિર આમ તો સદીઓ જૂના વડના થડમાં ગણેશજી પ્રતિકૃતિ રૂપે છે. આ પ્રતિકૃતિને લોકો ખૂબ જ શ્રધ્ધા અને વિશ્વાસથી પૂજા-અર્ચના કરે છે. વિશેષતઃ ગણેશ ઉત્સવ દરમિયાન આ ગણેશવડનું ધાર્મિક મહત્વ અનેકગણું વધી જાય છે.

આ ગણેશવડ નવસારીથી આશરે સાતેક કિલોમીટર દૂર મહુવા રોડ ઉપર આવેલું છે. ઇતિહાસના પાને અને લોકવાયકા પ્રમાણે, જયારે મોગલ સમ્રાટ ઔરંગઝેબે ગણેશવડ મંદિરનો નાશ કરવા માટે સિપાહીઓને મોકલ્યા હતાં, ત્યારે ગણેશવડમાંથી ઝેરી ભમરાઓ નીકળીને સિપાહીઓને કરડતાં ડરના માર્યા સિપાહીઓ ભાગી ગયા હતાં. આ વાતની જાણ મોગલ સમ્રાટને થતા તેણે મંદિરના નાશ કરવાનો વિચાર પડતો મૂકયો હતો.તેઓને ગણપતિજી સાક્ષાત બિરાજમાન છે તેવો અનુભવ પ્રાપ્ત થયો હતો.

 

ગણેશવડ ખાતે આજે પણ મંદિરની સ્થાપનામાં અને તેની તરફેણમાં રસ લઇ કરેલા હુકમોની બાદશાહની હસ્તલિખિત ઉર્દુ ફારસીની પ્રતો આજે પણ આ મંદિરમાં સચવાયેલી છે અને મંદિર સામે સદીઓ પુરાણો ગણેશવડ હજીપણ અડીખમ ઉભો છે. ગણેશવડની બાજુમાં શિવ-પાર્વતી અને ગણેશજી આધુનિક મંદિર પણ છે. ગણેશચતુર્થીના ઉત્સવ દરમિયાન નવસારી તેમજ આજુબાજુના ભાવિક ભકતો મોટી સંખ્યામાં દર્શાનાર્થે આવે છે. અહી આવતા શ્રધ્ધાળુઓની મનોકામના ગણેશજી પૂરી કરે છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *