રાજ્ય તથા ઝોન કક્ષાના કલાઉત્સવ-ચિત્ર વિભાગમાં રાનકુવા હાઇસ્કૂલ રનર્સપ
- Local News
- December 9, 2023
- No Comment
NCERT ન્યુ દિલ્હી સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અમદાવાદ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના કલાઉત્સવ 2023- તા.5-6-ડિસેમ્બરના રોજ જેતલપુર અમદાવાદ ખાતે યોજાયો. રાજ્યના દરેક ઝોન કક્ષાના વિજેતા સ્પર્ધકો માટે જુદી જુદી સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવ્યું હતું
બી. એલ. પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા શાળાની વિદ્યાર્થીની ધ્રુવી જયેશભાઈ રતનપરા કલા ઉત્સવ-2023 ચિત્રકલા વિભાગમાં જિલ્લા અને ઝોન કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી રાજ્ય કક્ષાના કલા ઉત્સવમાં દ્વિતીય ક્રમે વિજેતા જાહેર થયા હતા.
જીસીઈઆરટી-ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ભરૂચ આયોજિત દક્ષિણ ઝોન કક્ષાના કલા ઉત્સવમાં G-20 “વસુધૈવ કુટુંબકમ” થીમ આધારિત ચિત્ર સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીની નેન્સી સતિષભાઈ પટેલ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરે છે
જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.રાજેશ્રી ટંડેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા. કલાઉત્સવમાં રાનકુવા હાઇસ્કુલ છેલ્લા નવ વર્ષથી સતત ઝોન, રાજ્યકક્ષા અને નેશનલ કક્ષાએ ભાગ લઈ રહી છે. આ સિદ્ધિ બદલ આચાર્ય શ્રી સંજયસિંહ પરમાર,સંસ્થાના પ્રમુખ ઠાકોરકાકા અને મંત્રીશ્રી જશુભાઈ નાયક એ શાળાના બાળ કલાકારો અને ચિત્ર શિક્ષક પંકજભાઈ પટેલને અભિનંદન પાઠવવામાં આવ્યા.