
આલીપોર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તાલુકા કક્ષા કલામહાકુંભ માં વિજેતા બન્યા
- Local News
- December 9, 2023
- No Comment
કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા વર્ષ 2023- 24નો તાલુકા કક્ષા કલામહાકુંભ ચીખલી હાઇસ્કુલ ઇટાલીયા ખાતે યોજવામાં આવ્યો હતો. કે .એન્ડ બી .સર્જનીક હાઈસ્કૂલ આલીપોરના વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધા ,નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, લોકનૃત્ય જેવી વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
વકતૃત્વ સ્પર્ધામાં વિજ્ઞાન પ્રવાહના ધોરણ 11ના વિદ્યાર્થી ઈનામૂલ હક મોહમ્મદ ફૈઝન મોહમ્મદ ત્રીજો ક્રમે, લોકનૃત્ય સ્પર્ધા માં ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ બીજા ક્રમે વિજેતા બન્યા હતા. પ્રાથમિક વિભાગમાં વકૃત્વ સ્પર્ધામાં ખટીક નંદીની મદનલાલ બીજા ક્રમે ,નિબંધ સ્પર્ધામાં પટેલ આમીરા ઇમરાન બીજા ક્રમે અને ચિત્ર સ્પર્ધામાં ઘીવાલા સના ગુલામ હુસેન પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા.
આ વિધાર્થીઓને સ્પર્ધા માટે તૈયારી કરાવનાર શિક્ષક મિત્રો અને વિજેતા બનેલ વિદ્યાર્થી મિત્રોને શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સલીમભાઈ પટેલ ,આચાર્ય સફી એમ . વ્હોરા તેમજ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. આ સ્પર્ધાઓ બાળકની કલાશક્તિ અને સાહિત્ય શક્તિને વિકાસ આપવામાં મોટુ પીઠબળ પૂરું પાડે છે. એવી શ્રદ્ધા એમના દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.