સૂર્ય નમસ્કાર મહા અભિયાન:સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લાના તાલુકા અને નગરપાલિકાના વિવિધ સ્થળોએ સુર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું

સૂર્ય નમસ્કાર મહા અભિયાન:સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લાના તાલુકા અને નગરપાલિકાના વિવિધ સ્થળોએ સુર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું

રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જે ૧લી જાન્યુઆરી ૨૦૨૪ સુધી યોજાશે. જે અંતર્ગત નવસારી જિલ્લાના તમામ તાલુકાઓ તથા નગરપાલિકામા તા.૨૩ ડિસેમ્બરે અને નવસારી જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર યોગ સ્પર્ધા કાર્યક્રમ ૨૬ ડિસેમ્બરના રોજ યોજાનાર છે.

નવસારી જિલ્લા કક્ષાના સૂર્ય નમસ્કાર યોગ સ્પર્ધા કાર્યક્રમમાં જોડાવા માટે રજીસ્ટ્રેશન લીંકઃ https://snc.gsyb.in પરથી તા.૦૬ થી ૧૫ ડિસેમ્બર ૨૦૨૩ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન થઇ શકશે.

સ્પર્ધાની કેટેગરી વય મુજબ ત્રણ ભાગમાં કરવામાં આવી છે. જેમાં ૦૯ થી ૧૮ વર્ષ, ૧૯ થી ૪૦ વર્ષ અને ૪૧ વર્ષથી ઉપરની વયના નાગરિકો ભાગ લઇ શકશે.

૨૩ ડીસેમ્બર ૨૦૨૩ ના રોજ આયોજિત થનાર તાલુકા અને નગરપાલિકા વિસ્તારના યોગ સ્પર્ધા કાર્યક્રમો જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારીના જણાવ્યા અનુસાર નવસારી તાલુકા અને નવસારી વિજલપોર નગરપાલિકાનો યોગ કાર્યક્રમ આશ્રમશાળા ભકતાશ્રમ માણેકલાલ રોડ ખાતે, ગણદેવી તાલુકા અને બીલીમોરા નગરપાલિકાનો યોગ કાર્યક્રમ વી.એસ.પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે,ગણદેવી નગરપાલિકાનો યોગ કાર્યક્રમ અટલ કોમ્યુનીટી હોલ ખાતે ખેરગામ તાલુકાનો યોગ કાર્યક્રમ જનતા હાઈસ્કુલ બિરસા મુંડા સ્ટેચ્યુ ખાતે,ચીખલી તાલુકાનો યોગ કાર્યક્રમ દા.એ.ઈટાલીય સાર્વજનિક હાઈ સ્કુલ ખાતે,જલાલપોર તાલુકાનો યોગ કાર્યક્રમ નારણલાલા ભગવતી સંકુલ એરુ ચાર રસ્તા ખાતે ,વાંસદા તાલુકાનો યોગ કાર્યક્રમ જનતા હાઈ સ્કુલ ઉનાઈ ખાતે અને ૨૬ ડીસેમ્બરના રોજ આયોજિત થનાર જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર યોગ સ્પર્ધા કાર્યક્રમ સર .સી.જે.એન. મદ્રેસા સ્કુલ ખાતે યોજાનાર છે .

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *