નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા સિલ્વર જ્યુબિલી વર્ષ પ્રસંગે મહાનુભાવો નું સન્માન

નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા સિલ્વર જ્યુબિલી વર્ષ પ્રસંગે મહાનુભાવો નું સન્માન

નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા પ્રમુખ સુરેશભાઈ દેસાઈ મંત્રી નલીનીબેન દેસાઈ તથા ઉમેશ દેસાઈ અને તુષાર દેસાઈ વિગેરેના સથવારે આ ટ્રસ્ટના 25 માં વર્ષે રજત જયંતિ પ્રસંગે નવસારીના ગૌરવંતા અગ્રણી નાગરિકો સર્વશ્રી કેરસીભાઇ દેબુ, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પાલિકાના પ્રમુખ મીનલબેન દેસાઈ તેમજ સિનિયર સિટીઝન ટ્રસ્ટમાં દાતા માધ્યમ બનનાર રીખવ દેસાઈ સંજય ખત્રી રવિ ખત્રી અને મહેરનોજ માદનનું ભાવભીનું અભિવાદન થયું હતું

નવસારીના ગૌરવ વંતા પારસી અને ભારત સરકારના માઇનોરીટી કમિશનના વાઇસ ચેરમેન કેરસી ભાઈ તેમજ ધારાસભ્ય રાકેશ દેસાઈ નગરપાલિકા પ્રમુખ મીનલબેન દેસાઈ વિગેરેનું અભિવાદન થયું.

ભારત સરકારના લઘુમતી પંચના ઉપાધ્યક્ષ કેરસીભાઈ દેબુ એ જણાવ્યું હતું કે વયસ્કો ઉપેક્ષિતો માટે પ્રેમ અને પ્રેરણાનું માધ્યમ સીનીયર સીટીઝન ટ્રસ્ટ છે ભારત સરકારના લઘુમતીઓને અન્યાય ન થાય તેની ચીવટ અને કાયદાકીય અધિકારો પણ છે.

ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અહીં ઉપસ્થિત સિનિયરો કરતા હું ઉંમરમાં નાનો છું એટલે સન્માન માટે નહીં પરંતુ વડીલોના આશીર્વાદ લેવા માટે ઉપસ્થિત છું સિનિયર સિટીઝન ટ્રસ્ટ વડીલો નો પરિવાર છે અને વટ વૃક્ષ જેવું કામ આ ટ્રસ્ટ કરી રહ્યું છે સારી પ્રવૃત્તિ કરનારાઓની આજે ખોટ છે દાતાઓની ખોટ નથી રીખવ સુરેશ દેસાઈ જેવા યુવાનો સેકડો નાગરિકોના નાણા નું યોગ્ય સંકલન ખૂબ જ વિશ્વાસપૂર્વક કરે છે.પ્રોફેસર કિર્તીદાબેન વૈદ્ય દ્વારા કાર્યક્રમનું સંચાલન કર્યું હતુ.

સિનિયર સિટીઝન ટ્રસ્ટની પ્રવૃત્તિઓ સર્વાંગી કલ્યાણ સમાજને પોષક અને રોચક છે

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *