
સમગ્ર રાજ્યભરમાં બે તબક્કામાં યાયાવર પક્ષી ગણતરી યોજાનાર છે: પ્રથમ તબક્કામાં આગામી તા.૧૬-૧૭ ડિસેમ્બર શરૂઆત થશે
- Local News
- December 13, 2023
- No Comment
સમગ્ર ભારત સહિત ગુજરાત રાજ્ય દરિયા કિનારા સહિત શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓનું આગમન થતું હોય છે અને સમયાંતરે આવા પક્ષીઓની કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર ધ્વારા પક્ષી ગણતરી હાથ ધરવામાં આવતી રહે છે. આ વખતે પણ ગુજરાત રાજ્ય સરકાર ધ્વારા પ્રથમ તબક્કાની પક્ષી ગણતરી આગામી શનિવાર તથા રવિવાર 16 -17 મી ડિસેમ્બરે, 23-24 ડિસેમ્બર શનિવાર તથા રવિવાર, 30-31શનિવાર તથા રવિવાર ડિસેમ્બર હાથ ધરવામાં આવનાર છે.
બીજા તબક્કામાં જાન્યુઆરી 2024 માં 21 -22 મી શનિવાર તથા રવિવાર તેમજ 27-28 શનિવાર તથા રવિવાર યોજાનાર છે.સમગ્ર દેશમાં સૌથી વધુ જળપ્લાવિત વિસ્તાર ધરાવતા રાજ્ય ગુજરાત છે. અહીં દર શિયાળામાં વિદેશથી પક્ષીઓનું આગમન થતું હોય છે.
આથી આગામી પ્રથમ તબક્કા તા. ૧૬ અને ૧૭ ડિસેમ્બરે યાયાવર પક્ષી ગણતરી કાર્ય હાથ ધરવામાં આવનાર છે. આ માટે રાજ્યના વન વિભાગ દ્વારા તમામ જિલ્લાઓ વનવિભાગ જરૂરી સૂચના પાઠવી દેવામાં આવી છે. પક્ષી સંરક્ષણ સંસ્થાઓ, કોલેજ વિધાર્થીઓ સહિત પક્ષીવિદો આ કાર્યમાં જરૂરી ઉપકરણો સાથે જોડાશે.
રાજયના દરિયા કિનારાઓ ખાસ કરી ને જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, સોમનાથ, નવસારી સહિતના જિલ્લાઓમાં આ કામગીરી થશે. કુંજ, કુતુલ, કરણ, ભગવી, સુરપાળ જેવા પક્ષીઓ વહેલી સવારે જ ફેલાઈ જતા હોવાથી સૂર્યોદયના સમય ગાળામાં જ ગણતરી કરવામાં આવે છે. આથી નોડલ ઓફિસરે ગણતરીકારો જરૂરી સમજ આપવાની રહે છે.
કાદવ-કિચડ સહિત ભામરા પાણી ખુંદનારા યાયાવર પક્ષીઓમાં હોવાથી તેમ જામનગરના ખીજડીયા પક્ષી અભિયારણ રામ સર સાઈડ, નળ સરોવર સહિત આ ઉપરાંત આજુબાજુના વેટ લેન્ડ વિગેરે સ્થળોએ ગણતરી હાથ ધરવામાં આવશે. આ માટે ઝોન, ગ્રુપ બનાવાશે તેમાં પક્ષીપ્રેમી, પ્રકૃતિ પ્રેમીઓ, એનજીઓ વિગેરે જાડાશે.
આગામી યાયાવર પક્ષીઓ ગણતરી ધ્યાને લઈ સામાજિક વનીકરણ વિભાગ નવસારી ધ્વારા નવસારી ખાતે ડી.સી એફ શ્રીમતી ભાવનાબેન દેસાઈ તેમજ સામાજિક વનીકરણ નવસારી ઇન્ચાર્જ એસીએફ અને વાંસદા ના આર.એફ.ઓ ચંદ્રિકાબેન પટેલ તેમજ ગણદેવી રેન્જ આર. એફ.ઓ છાયાબેન પટેલ અને સુપા રેન્જ હીનાબેન પટેલ સહિત તમામ સ્ટાફ અને નવસારી જિલ્લામાં વિવિધ વન્યજીવો ઉપર કામ કરતી એન.જી.ઓ સહિત નવસારી કૃષિ યુનિવર્સિટી ના ફોરેસ્ટ્રી કોલેજના પ્રિન્સિપાલ શ્રીવાસ્તવ તેમજ આસીસ્ટન્ટ પ્રોફેસર આદિલ કાઝી, પક્ષીવિદ ડો. મિનલ પટેલ સહિત કોલેજના વિદ્યાર્થીઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી દિવસોમાં યાયાવર પક્ષીઓની ગણતરી ને લઇ જરૂરી માહિતીનો આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.