ચીખલી તાલુકા કલા મહાકુંભમાં રાનકુવા હાઇસ્કુલના વિદ્યાર્થીઓ અગ્રસ્થાને રહ્યા
- Local News
- December 13, 2023
- No Comment
ચીખલી તાલુકા કક્ષાનો કલા મહાકુંભ તારીખ 6 /12 /23 ના રોજ ઇટાલિયા હાઇસ્કુલમાં યોજાયો હતો. જેમાં શ્રી બી. એલ. પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા હાઈસ્કૂલના ઘણા બધા વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લઇ વિજેતા થયા હતા. વય મર્યાદા 6થી 14 વકતૃત્વ સ્પર્ધા – પ્રથમ ક્રમે-પટેલ તુલસી મહેશકુમાર એક પાત્રીય અભિનય- પ્રથમ ક્રમે – પટેલ બિંદીયા જયેશભાઈ નિબંધ સ્પર્ધા-તૃતીય ક્રમ -પટેલ ભુવનેશ્વરી ચિત્રકલા સ્પર્ધામાં તૃતીય ક્રમ- તલાવ્યા ક્રિષ્ના ગુણવંતભાઈ લગ્ન ગીત સ્પર્ધા – તૃતીય ક્રમ પટેલ તમન્ના અશ્વિનભાઈ– વય મર્યાદા 15 થી 20 માં તબલા વાદન સ્પર્ધા દ્વિતીય ક્રમે પટેલ નીલ રમેશભાઈ , ગરબા સ્પર્ધામાં દ્વિતીય ક્રમ ,એકપાત્ર અભિનય – તૃતીય ક્રમે – રાઠોડ અથર્વ શૈલેષભાઈ. શાળાના આચાર્ય સંજયસિંહ પરમારે વિજેતા વિદ્યાર્થીઓ,તેમને તૈયાર કરનાર સાંસ્કૃતિક સમિતિના સભ્યો તેમજ ધર્મેન્દ્રસિંહ ડી પરમાર, વિજયસિંહ પઢિયાર, પંકજભાઈ પટેલ,દિવ્યાબેન ભોયા અને પ્રકાશભાઈ પટેલ ને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવ્યા હતા. સંસ્થાના પ્રમુખ ઠાકોરભાઈ દેસાઈ અને મંત્રી જશુભાઈ નાયક એ શાળાની સિદ્ધિ બદલ સૌને બિરદાવ્યા હતા.