નવસારીવિજલપોર નગરપાલિકાના ઈતિહાસમાં ડોકિયું: વર્ષ 1863માં નવસારી નગરપાલિકાની સ્થાપના કરાઈ, વર્ષ 1906માં સ્વાયત્ત સંસ્થા બની, વર્ષ 1924માં પ્રમુખ ચૂંટવાનો પ્રથમવાર હક્ક a
- Local News
- February 2, 2024
- No Comment
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ લોકશાહી રાજ્યતંત્રની કરોડરજ્જુ છે. સ્વરાજ્યનો સંદેશો પ્રજાના તમામ સ્તર સુધી પહોંચાડવો હોય તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અનિવાર્ય છે. એક સમય નવસારીમાં ચાલુક્ય રાજા કર્ણદેવ પ્રથમનું શાસન હતું. ત્યારબાદ મોગલો, નવાબોનું શાસન, ઈ.સ. 1142માં પારસીઓનું આગમન થયું, ઈ.સ. 1719થી ગાયકવાડી શાસનની શરૂઆત, ગાયકવાડી શાસન દરમિયાન ઈ.સ 1863માં નવસારી નગર પાલિકાની સ્થાપના કરવામાં આવી હતી . નવસારી નગરપાલિકાના ઇતિહાસમાં જોઈએ તો સંવત 1919 (ઇ.સ. 1863)માં વડોદરા રાજ્યના અમલ દરમિયાન નવસારી નગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી. આ નગરપાલિકાને તે સમયના સૂબા(કલેક્ટર)ના નિયંત્રણ હેઠળ મુકવામાં આવી હતી.

સને 1906માં નવસારી નગરપાલિકાને સ્વાયત્ત સંસ્થા બનાવાઇ હતી. જેનો વહીવટ ચૂંટાયેલા અને નિમાયેલા સભ્યો દ્વારા કરવામાં આવતો હતો. પ્રાંતના સૂબા(કલેક્ટર) આ નગરપાલિકાના પ્રમુખ તરીકે કાર્ય કરતા હતા. ઇ.સ. 1924માં નવસારી નગરપાલિકાને પોતાના પ્રમુખ ચૂંટવાનો પ્રથમવાર હક્ક મળ્યો હતો. નગરપાલિકા વિસ્તારમાં નાગરિકો પર કોઇ કર લાદવામાં આવ્યો ન હતો, પરંતુ વડોદરા રાજ્ય તમામ ખર્ચ ભોગવતું હતુ. 1937 સુધીમાં નવસારીમાં 16 કી.મી. પાકા સડકો બનાવાઇ હતી. તેમજ નવસારી નગરજનો માટે સયાજીરાવ ગાયકવાડ શાસન દરમિયાન ગટર વ્યવસ્થા અને રાત્રે દિવાબત્તી માટે 300 ફાનસ રસ્તા પર જુદી-જુદી જગ્યાએ મુકાયા હતા. શહેરની સફાઇ કરવા 50 જેટલા સફાઇ કામદારો નિમવામાં આવ્યા હતા.
નવસારી નગરપાલિકાના આવકના સાધનોમાં ભૂતપૂર્વ વડોદરા રાજ્યની ગ્રાન્ટ, બંદરી જકાત, રખડતા ઢોરો પર લદાતો દંડ, શાક, મચ્છી અને માંસ, માર્કેટનું ભાડું અને નગરપાલિકાની જમીનનું ભાડું સહિતનો સમાવેશ થતો હતો.વડોદરા રાજ્ય તા. 01/05/1949થી મુંબઇ રાજ્યમાં વિલિન થતા નવસારી નગરપાલિકાના વિસ્તારને મુંબઇ મ્યુનિસિપલ બરોઝ, એક્ટ 1925 લાગુ પાડવામાં આવ્યો હતો. સને 1960માં ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવતા તેણે પોતાના પ્રદેશની નગરપાલિકાઓ માટે ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ, 1963 ઘડ્યો, જે તા.01/01/1965થી સમગ્ર રાજ્યમાં અમલમાં મુકાયો હતો. આજદિન સુધી આ કાયદા મુજબ નગરપાલિકાનો વહીવટ ચાલે છે.
વર્ષ 1924 નવસારી નગર પાલિકા શરૂઆત 28માંથી 6 સભ્ય રાજ્ય તરફથી નિમાતા, 22ને પ્રજા ચૂંટતી, દર 3 વર્ષે ચૂંટણી થતી પાલિકાના વહીવટ માટે સુધરાઇ કામદાર, નાયબ પોલીસ સૂબા, કાર્યપાલક ઇજનેર, સિવિલ સર્જન,તાલુકા વહીવટદાર અને સરકારી શાળાના વડા શિક્ષક સહિત 6 સભ્ય રાજ્ય તરફથી નિમવામાં આવતા હતા. બાકીના 22 સભ્ય પ્રજામાંથી ચૂંટવામાં આવતા હતા. ત્યારે દર ત્રણ વર્ષે નવી ચૂંટણી યોજાતી હતી.
ત્યારબાદ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ કાયદાકીય નિયમો સુધારાઓ થતા રહ્યા હવે કોઈપણ પક્ષ હવે પાંચ વર્ષ શાસન કરતું થયું છે.

વર્ષ 1981ની વસતિ ગણતરી પ્રમાણે નવસારી નગરપાલિકા વિસ્તારની વસતિ 1,06,664 હતી. નગરપાલિકાનો વિસ્તાર 8.05 ચો. કિ.મી. હતો. 1984-85માં નગરપાલિકાના 11 વોર્ડમાં 40 બેઠક હતી. જેમાં 2 બેઠક અનુ.જાતિ, 7 બેઠક અનુ. જનજાતિ અને 4 બેઠક સ્ત્રીઓ માટે અનામત હતી. પાલિકાનો વહીવટ ચીફ ઓફિસર ચલાવતા હતા.
વર્ષ 1985 થી વર્ષ 2020 સુધી એટલે કે 35 વર્ષ સુધી જુદા જુદા રાજકીય પક્ષો તેમજ નવસારી પાલિકાના 11 વોર્ડમાં 40 બેઠક હતી. નવસારી નગરપાલિકા માં 11 વોર્ડ આ પ્રમાણે વોર્ડ 1 માં 5 સભ્યો, વોર્ડ 2માં 5 સભ્યો, વોર્ડ 3માં 3 સભ્યો,વોર્ડ 4 માં 3 સભ્યો, વોર્ડ 5 માં 3 સભ્યો, વોર્ડ 6 માં 3 સભ્યો, વોર્ડ 7 માં 3 સભ્યો, વોર્ડ 8 માં 3 સભ્યો, વોર્ડ 9 માં 4 સભ્યો, વોર્ડ 10 માં 5 સભ્યો,વોર્ડ 11 માં 3 સભ્યો મળી કુલ 40 સભ્યો ધ્વારા નગરપાલિકા ચૂંટણીઓ જીત નવસારી શહેર સરકારી ગ્રાન્ટ તેમજ જુદી જુદી યોજનાઓ થકી શહેર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી નવસારી શહેર વિકાસ પંથે લઈ ગયા હતા. રાજકીય ઉથલપાથલ ને લઈ આ 35 વર્ષ દરમિયાન ઘણી વખત વહીવટદાર શાસન કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન નવસારી નગરપાલિકા વિસ્તારમાં પ્રથમ જલાલપોર ગામ જોડવામાં આવ્યું હતું. ત્યારબાદ શહેરની બાજુમાં આવેલ વર્ષ 2020 વિજલપોર નગરપાલિકા વિલીનીકરણ કરી નવસારીમાં ભેળવી દઈ નવસારીવિજલપોર નગરપાલિકા અસ્તિત્વ આવ્યું હતું ત્યારબાદ રાજ્ય સરકાર ધ્વારા નવસારીવિજલપોર નગરપાલિકા શહેરી વિસ્તાર આજુબાજુના 8 ગામોનું નો જૂન 2020માં સમાવેશ કરવામાં આવ્યો હતો.
હાલમાં નવસારીવિજલપોર નગરપાલિકામાં 13 વોર્ડ અને દરેક વોર્ડમાં 4 સભ્યો થકી 52 જેટલા સભ્યો થકી નગરપાલિકાનો વહીવટ ચાલી રહ્યો છે હાલમાં અંદાજે 4.40 લાખ ની વસ્તી ધરાવતી નવસારીવિજલપોર નગરપાલિકા છે.
નવસારી વિજલપોર નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં માટે સ્થાનિક માજી મંત્રીઓ તેમજ માજી ધારાસભ્યો તેમજ હાલ ધારાસભ્ય તેમજ નવસારી જિલ્લા ના અન્ય ધારાસભ્યો વારંવાર રજૂઆત તેમજ ચેમ્બર ઓફ કોમર્સ ના અનેક પ્રમુખ સહિત અનેક સેવા ભાવી સંસ્થાઓ તેમજ નવસારી બુદ્ધિજીવી સહિત નવસારી સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ધ્વારા પણ અનેક વખત મહાનગરપાલિકા લઈ રજૂઆત રાજ્ય સરકાર કરાઈ હતી.
આજરોજ ગુજરાત રાજ્યનું બજેટ વર્ષ 2024 -25 નું નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કર્યું હતું. તે દરમિયાન નવસારીને મહાનગરપાલિકા વર્ષો જુની માંગ સંતોષી ને નવસારી મહાનગરપાલિકા તેમજ રાજ્યની અન્ય સાત એવી ગાંધીધામ, મોરબી, વાપી,આણંદ, મહેસાણા તેમજ સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકાઓ ને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. મહાનગરપાલિકા બનવવા અંગે માર્ગ હવે ખુલ્લો થયો છે. આ જાહેરાત થતા નવસારીશહેરીજનો સહિત અનેક રાજકીય પક્ષના નેતાઓ તેમજ કાર્યકતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવનાર દિવસોમાં નવસારી મહાનગરપાલિકા બને તે માટે જરૂરી રાાજ્ય સરકાર પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે.
નવસારી મહાનગરપાલિકા ભવિષ્યમાં શહેરી વિસ્તારમાં જરૂરી માળખાકીય સુવિધાઓ વધુ સારી રીતે તેમજ આર્થિક વિકાસ વધારો તેમજ રોજગારી સહિત સુવિધાઓ વધારો આવનાર દિવસમાં મળશે. હાલમાં નગરપાલિકા બજેટ રાજ્ય સરકાર ગ્રાન્ટ વિકાસ કામ સીમિત હોય નવસારી મહાનગરપાલિકા બને તો રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર ગ્રાન્ટ મળતી થશે વિકાસમાં તેમજ સુવિધાઓ ઉત્તરોતર વધારો સાથે વેગ આવનાર સમયમાં જોવા મળશે.