અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ અને નવસારી મેનેજમેન્ટ એસોસિએશન ના ઉપક્રમે યુવા વાર્તાલાપ દ્વારા સંસ્કાર ઘડતર નો મહિમા ગવાયો
- Local News
- February 4, 2024
- No Comment
ગીત સ્મિત અને મીત ના બેનર હેઠળ ડોક્ટર નિમિત ઓઝા ડોક્ટર શ્યામલ મુનસી અને ડોક્ટર ર ઈશ મણીયાર યુવા જગત ની યોગ્ય દિશામાં માવજત પૂર્વક રાહ ચીંધયો
આંખની પાપણ પર બારી અને હૃદય પર દરવાજા મૂકવાનું મન થાય એનું નામ પ્રેમ આપણે પ્રેમ કથા ના લેખક નથી પણ પ્રેમના પાત્રો જ છીએ પ્રેમ એટલે એકમેકના તેજનું દર્પણ અરીસો બનવું પ્રેમ પરાવલંબી નથી બનાવતો પ્રેમનો લક્ષ્યાંક ખૂબ ઊંચો હોય છે કોઈ જીવનમાં રહીને તો કોઈ જીવનમાં છોડીને આપણને જીવનનો મંત્ર શીખવે છે પ્રેમ સંવેદના સામાજિકતા સંસ્કારીતા અને ઉચ્ચ મૂલ્ય શીખવે છે શારીરિક પીડા કે માનસિક પીડા પહોંચાડીને જીતી જવાનું હોતું નથી.
ગીતો મનોરંજક પણ હોય છે પણ મનોભંજક ન થવા જોઈએ આપણને ઉશ્કેરે એ ગીતો ગીતો નથી અને ગીતો વિના જીવવું શક્ય પણ નથી જેને ઘરમાં પ્રવેશ પણ આપવા આપણે તૈયાર નથી તેવી વ્યક્તિઓ મોબાઈલ દ્વારા આપણી તદ્દન નજીક અને શયન કક્ષમાં પહોંચી આપણી ઊર્મિઓ અને જીવંત પણાને ઠેસ પહોંચાડે છે પ્રેમ એ સતત એક ધારું ઝરણું છે એ ધોધ નથી જીવનનો પ્રવાહ છે.

આરંભે પ્રાસંગિક ભૂમિકા રોહન સુલે ચિરાગ મધુભાઈ કથીરિયા લલિત પંડ્યા તેમજ શ્રુતિ શાહ અને હાર્દિક નાયક દ્વારા થઈ હતી ચિરાગ પાઠક ગૌતમ દેસાઈ મેહુલ ઠક્કર મહેશ કાઝી પ્રાસંગિક ભૂમિકા ભજવી હતી.
ત્રણે તબીબો એવા સાહિત્યકાર ત્રિપુટી એ જણાવ્યું અમે બિલ નહીં પણ બિલિપત્ર લઈને આવ્યા છે