
નવસારી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલ્ફર સોસાયટી દ્વારા વાર્ષિક ઈનામ વિતરણ સમારંભ યોજાયો
- Local News
- February 6, 2024
- No Comment
નવસારી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલ્ફર સોસાયટી દ્વારા વાર્ષિક ઈનામ વિતરણ સમારંભનું આયોજન પ્રમુખ વાજિદહુસેન દરગાહવાલાનાં પ્રમુખ પદે યોજાયું હતું.
મુખ્ય મહેમાન તરીકે સુરતના જાણીતા આર્કિટેક્ટ જાબીરભાઈ ચોકસી કી નોટ સ્પીકર તરીકે વલસાડના હેલ્થ ઓફિસર ડો રાધિકાબેન ટિક્કુ અતિથિ વિશેષ તરીકે ડી ડી લૉ કોલેજના પ્રિન્સિપાલ ડો શેહનાઝબેન બીલીમોરીઆ અને શુભેચ્છક મહેમાન તરિકે યૂ.કે. થી પધારેલ જ. શબ્બીરભાઈ શેખ ખાસ ઉપસ્થત રહ્યા હતા. સંસ્થાનો અહેવાલ મંત્રી નાદિરખાને આપ્યો હતો
પ્રાયમરી વિભાગથી લઈને માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરનાર ૧૪૦ વિદ્યાર્થીઓને એવોર્ડ તેમજ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.નવસારીના ૪ માસ્ટર ડિગ્રી હોલ્ડર પ્રો. નજમા અબ્દુલ રઉફ શેખ ને વર્લ્ડ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કમિશન તરફથી ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવાથી એમનું વિશેષ સન્માન કરાયું હતુ . સભાનું સંચાલન ડો. પ્રો. નજમા શેખ અને રફિકભાઈ પટેલ એ કર્યું હતું. પ્રાસંગિક વ્યવસ્થા અલ્માસ કાગઝી, તોસીફ મલિક અને સહમંત્રી જુનેદ શેખે કરી હતી.