
નવસારીના રાષ્ટ્રીય લઘુમતી કમિટીની ઉપાધ્યક્ષ કેરસી દેબુનું ફેસબુક એકાઉન્ટ હેક કરી હેકર ધ્વારા મેસેજ માધ્યમથી પૈસાની માંગણીઓ કરાઈ
- Local News
- February 7, 2024
- No Comment
હાલમાં લોકો ધ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. એક તરફ સોશિયલ મિડિયા ખૂબ જ ઉપયોગ સાબિત થઈ રહ્યું છે. સામાન્ય લોકો લઈ પ્રતિષ્ઠિત લોકો પોતાની વાત મિત્ર તેમજ અન્ય લોકો સુધી પહોંચડતા હોય છે. પરંતુ તેની સાથે હાલમાં સોશિયલ મિડિયા એકાઉન્ટ હેક થવા કિસ્સાઓ વધારો નોંધાઈ રહ્યો છે. સાયબર ક્રાઇમ અનેક કેસો નોંધાઈ રહ્યા છે. સોશિયલ મિડિયા એકાઉન્ટ હેક કરી હેક કરનાર લોકો હવે નવી તરકીબ અપનાવી જેનું એકાઉન્ટ હેક થયું હોય તેના ઓળખીતા લોકો પાસે પૈસા માંગણીઓ કરવામાં આવી રહી છે. જોકે ભોગ બનનાર આની તરતજ જાણ થાય આર્થિક નુકસાન તેમજ લોકોને સતેજ કરી ઓળખીતા આર્થિક વહેવાર ન કરવા અટકાવી શકાય છે.
નવસારી શહેર માં પારસી સમાજ અગ્રણી અને રાષ્ટ્રીય લઘુમતી મોરચાના ઉપાધ્યક્ષ કેરસીભાઈ દેબુ નું સોશિયલ મિડિયા એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે.તેની સાથે હેકર ધ્વારા તેમના સોશિયલ મિડિયા એકાઉન્ટ ઉપરથી મારફતે તેમના મિત્રો, પરિચિતો મેસેજ કરી પૈસાની માંગણી કરવામાં આવી હતી. કેશુભાઈ દેબુને આ અંગે જાણ થતા તેમજ તેમના પડી ગીતો દ્વારા ટેલિફોન ઉપર વાતચીત થતા પોતાનો એકાઉન્ટ હેક થયું હોય તેવું ધ્યાને જરૂરી પગલાઓ લઈ તેમણે તરત જે એકાઉન્ટ સોશિયલ મિડિયા હેક થયું છે તેના ઉપર એક મેસેજ માધ્યમથી વ્યવહાર ન કરવા અપીલ કરી હતી.
કેરસીભાઈ દેબુ પારસી સમાજ અગ્રણી તેમજ તેઓ આખા પારસી સમાજ સહિત અન્ય લઘુમતી સમાજ પ્રતિનિધિત્વ દિલ્હી ખાતે કરી રહ્યા છે. કેરસીભાઈ દેબું સાથે ટેલિફોનિક વાતચીત સર્વકાલીન ન્યૂઝ જણાવ્યું હતું કે મારૂ સોશિયલ મિડિયા ફેસબુક એકાઉન્ટ હેકર કરી મારા મિત્રો તેમજ ઓળખીતા મારા એકાઉન્ટ ઉપરથી મેસેજ મોકલી 5 થી 10 હજાર અગલ અલગ રકમની માંગણીઓ કરી એકાઉન્ટ નંબર આપ્યો હતો. આ મેસેજ વાંચી મિત્રો તેમજ પરિચિતો સમજી ગયા હતા કે કેરસી આવી નાની રકમ માંગણીઓ કદી કરે નહિં. મારા ઉપર ફોન આવવાની શરૂઆત થતા હું ચોકી ગયો હતો. મારા એકાઉન્ટ ઉપર આર્થિક વહેવાર ન કરવા અપીલ કરતો મેસેજ કર્યો છે.અત્યાર સુધી આ અંગે ફરિયાદ કરી નથી. જો કોઈ પૈસા માંગે તો વ્યવહાર ન કરવા તેમજ જણાવ્યું છે.