આગામી લોકસભાની ચૂંટણીઓને લઈ: ગુજરાત રાજ્યમાં ગૃહ વિભાગ ધ્વારા પોલીસ બેડામાં 550 જેટલા પી.આઈ તથા પી.એસ.આઈ કર્મચારીઓની બદલીઓ કરાઈ
- Local News
- February 1, 2024
- No Comment
આગામી દિવસોમાં દેશભરમાં લોકસભા ચૂંટણી યોજાનાર છે.તે પહેલા ગુજરાત રાજ્યમાં વિવિધ વિભાગોમાં સરકારી અધિકારીઓની બદલી કરવામાં આવી આવી રહી છે. લોકસભાની ચૂંટણી ને લઈ વહીવટી કારણોસર આગામી ચૂંટણી સંદર્ભે બદલી કરાઈ રહી છે. આજરોજ રાજ્યભરમાં બિન હથિયારી તેમજ હથિયારી પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.જેના ભાગરૂપે નવસારી જિલ્લામાંથી ત્રણ પી.આઈ તેમજ અગિયાર પી.એસ.આઇ બદલી અન્ય જિલ્લાઓમાં થવા પામી છે.

આજરોજ રાજ્યના પોલીસ બેડામાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યો છે.ગૃહ વિભાગ દ્વારા રાજ્યના 550 પી.આઈ તેમજ પી.એસ.આઈ ની બદલીના આદેશ અપાયા હતા. મળતી જાણકારી અનુસાર, ગુજરાત પોલીસમાં 275 પી.એસ.આઇના બદલી તેમજ 232 બિનહથિયારી પી.આઈ અને 43 હથિયારી પી.એસ.આઈની બદલી કરવામાં આવી હતી. તમામની આંતર જિલ્લા બદલી કરાઇ હતી. રાજ્યભરમાં 550 જેટલા પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી નો હુકમ કર્યો છે.
જેમાં નવસારી જિલ્લામાં ફરજ બજાવતા ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર એવા પી.જી. ચૌધરી નવસારી થી વલસાડ જિલ્લામાં, કે.એલ.પટણી નવસારી થી ઈન્ટેલિજન્સમાં, પી.આર.કરેણ નવસારી થી સી.આઈ.ડી ક્રાઇમ ખાતે બદલી કરવામાં આવી છે. આ ત્રણેય પી.આઈ બદલી થતા તેમની જગ્યાએ ડી.જે કુબાવત પી.ટી.સી જુનાગઢ થી નવસારી, વી.જે.જાડેજા અમદાવાદશહેર થી નવસારી,એ.જે.ચૌહાણ અમદાવાદ શહેર થી નવસારી ખાતે બદલી કરવામાં આવી છે.
નવસારી જિલ્લા માંથી બિન હથીયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બદલી થયેલા અધિકારીઓ પી.એસ.આઈ એસ એસ. માલની પશ્ચિમ રેલ્વે, અમદાવાદ, પી.એસ.આઈ એન. ડી. ચૌધરીની પશ્ચિમ રેલ્વે, વડોદરા ખાતે પી.એસ.આઈ એમ. આર. વાળાની પૂર્વ કચ્છ, પી.એસ.આઈ એમ. જી. પાટીલની નર્મદા, પી.એસ.આઈ એસ. એમ. ગામિતની પંચમહાલ જિલ્લો,ટ્રાફિક પી.એસ.આઈ જાગૃત જોશી અને ખેરગામ પી.એસ.આઈ ડી. આર. પઢેરિયાની મહેસાણા જિલ્લો.પી.એસ.આઈ એ. આર. સૂર્યવંશીની અને પી.એસ.આઈ ડી. ડી. રાવલની તાપી, પી.એસ.આઈ પી. એચ. કછવાહાની સુરત ગ્રામ્ય અને પી.એસ.આઈ બી. જે. ચૌધરીની પશ્ચિમ કચ્છ બદલી કરવામાં આવી છે.
નવસારી જિલ્લામાં અન્ય જિલ્લાઓ માંથી બદલી થઈ આવેલા અધિકારીઓ એવા તાપીના પી.એસ.આઈ એમ. આર જાની, ભરૂચના પી.એસ.આઈ આર. જી. પટેલ, અમદાવાદના પી.એસ.આઈ એમ. બી. ગામીત અને પી.એસ.આઈ એસ. વી. પટેલ ભરૂચના પી.એસ.આઈ આઈ. એલ. સૈયદ, અમદાવાદના પી.એસ.આઈ સી. એલ. મોહિતે અને પી.એસ.આઈ વી. પી. ચૌધરી સુરતના પી.એસ.આઈ યુ. એમ. ગાવિત અને પી.એસ.આઈ પી. જી. ડાવરાને નવસારી જિલ્લામાં બદલીઓ કરવામાં આવી છે.